તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
અમદાવાદ: સમગ્ર રાજ્યમાં ઉત્તરાયણની વહેલી સવારથી જ ઉત્સાહભેર ઉજવણી શરૂ થઈ ગઈ છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ ખોખરા વિસ્તારમાં પતંગ ચગાવીને ઉત્તરાયણની ઉજવણી કરી છે. ત્યાર બાદ મુખ્યમંત્રી મેયર બિજલ પટેલના પાલડી સ્થિત નિવાસસ્થાને જઈને અને મ્યુનિસિપલ કાઉન્સિલરો અને કાર્યકરો સાથે પતંગ ચગાવી હતી. મુખ્યમંત્રીની સાથે સાથે અનેક નેતાઓએ આજે પતંગની મજા માણી હતી. જેમાં ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી, ભારતીય જનતા યુવા મોરચાના પ્રમુખ ઋત્વિજ પટેલ અને કોંગ્રેસના નેતા હાર્દિક પટેલ પણ ઉત્તરાયણની ઉજવણી કરતા જોવા મળ્યા હતા.
ગોમતીપુર, દાણીલીમડા, સરસપુરમાં CAAનો વિરોધ કરતા પતંગો ઉડ્યા
આ ઉપરાંત શહેરના ગોમતીપુર, દાણીલીમડા, સરસપુર, નરોડા, રામોલ, ગુજરાત વિદ્યાપીઠ વિસ્તારોમાં CAA,NRC અને NPRના વિરોધમાં લખેલા સ્લોગન સાથેના પતંગ આકાશમાં ઉડતા જોવા મળી રહ્યા હતા.
મુખ્યમંત્રીએ રાજકોટમાં CAAના સમર્થનમાં પતંગ ચગાવી
દર વર્ષે મુખ્યમંત્રી રૂપાણી પોતાના મિત્રો સાથે પતંગ ચગાવે છે. તેમના મિત્રોના ગ્રુપનું નામ ડર્ટી ડઝન છે. 12 મિત્રોનું આ ગ્રુપ ઉત્તરાયણ પર સાથે પતંગ ચગાવે છે. આ વર્ષે અમીન માર્ગ પર આવેલા નીતિન ભારદ્વાજના ઘર પર પતંગ ચગાવી હતી. પત્ની અંજલીબેન અને પુત્ર ઋષભે પણ પતંગની મજા માણી હતી. આ દરમિયાન મુખ્યમંત્રીએ CAAનું સમર્થન કરતી પતંગ ચગાવી હતી.
ધાબા પર એ લપેટ.. કાઈપો છે..ની બૂમો
અમદાવાદમાં સવારથી જ સારો પવન રહેતા આકાશમાં રંગબેરંગી પતંગો ચગવા લાગ્યા છે. નાના બાળકો, યુવાઓ અને વૃદ્ધો વહેલી સવારથી જ આકાશી યુદ્ધ ખેલવા માટે ધાબા ઉપર પહોંચી ગયા છે. ધાબા પર એ લપેટ.. કાઈપો છે..ની બૂમો શરૂ થઇ ગઇ હતી. ડીજેની ધૂમ અને પતંગ ચગાવી યુવાનો ઉત્તરાયણની મોજ માણી રહ્યા છે. પતંગ રસિયાઓએ ધાબા પર તલસાંકળી, શેરડી, બોર, ચિક્કીની પણ મોજ માણી રહ્યા છે.
પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.