EXCLUSIVE / ‘ અમે ખુશ છીએ, કાશ્મીરના વિકાસની નવી દિશા ખુલી’, લેહ અને જમ્મુવાસી સાથે દિવ્યભાસ્કરની સીધી વાત

dreams come true, opens kashmirs development opens new door, says lehs local youth

  • એક સપ્તાહના ઉચાટ બાદ લદ્દાખના લોકોએ આઝાદીનો શ્વાસ લીધો
  • લેહ-લદ્દાખવાસીઓ કહે છે કાલના નિર્ણય બાદ અમને નાચવાનું મન થાય છે
  • હવે અમરો સાચો વિકાસ થશે તેવો વિશ્વાસ છેઃલેહવાસી યુવાન સ્ટેનઝીન ચોસ્ગ્યાલ

Divyabhaskar.com

Aug 15, 2019, 03:17 PM IST

ચેતન પુરોહિત, અમદાવાદઃ આજની સવારનો સૂરજ અમારા માટે આઝાદી લઈને આવ્યો છે, ગઈકાલે દેશની સંસદમાં કાશ્મીરને આઝાદ કરવા માટેના જે નિર્ણયો લેવા તે સાંભળીને કાશ્મીર સહિત અમારા લેહ-લદ્દાખવાસીઓ ઝુમી ઉઠ્યાં હતા. વર્ષોથી ચાલી રહેલી અમારી આ માંગણીને સ્વીકારવામાં આવી. જેનાથી અમારા જીવન ધોરણની સાથે સાથે કાશ્મીરના વિકાસની નવી દીશા ખુલશે, તેવી આશા સાથેનું આ સુર્યનું કિરણ ખીલ્યું છે. આ શબ્દો છે લેહવાસી યુવાન સ્ટેનઝીન ચોસ્ગ્યાલના. કે જેમણે DivyaBhaskar સાથે પોતાની લાગણીઓ શેર કરી હતી.

1990માં અમારે કાશ્મીર છોડવું પડ્યું હતું, અમિત શાહ કહેશે ત્યારે પાછા જઈશુંઃ હીરાલાલ ભટ્ટ

જ્યારે જમ્મુમાં રહેતા હીરાલાલ ભટ્ટે DivyaBhaskar સાથેની વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે, આજ નયા કશ્મીર હૈ, અમને અનંતનાગ જિલ્લામાંથી 1990માં કાઢી મુક્યા હતા. આ સમયે અમારે ડરમાં થર થર કાંપતા અડધી રાત્રે ઘર છોડવું પડ્યું હતું. અમારું ત્યાં ઘર પણ છે. જ્યારે અમિત શાહજી બોલશે ત્યારે અમે ત્યાં જઈશું. અમે તો ખુશ છીએ, અમે અમિત શાહ અને નરેન્દ્ર મોદી જેવા નેતા ક્યારેય જોયા નથી.

‘અમે વર્ષોથી લેહ યુનિયન ટેરેટરી બને તેમ ઇચ્છતા હતાં’
આજે સવારે DivyaBhaskarએ કેન્દ્ર સરકારે આર્ટિકલ 370 અને લેહ-લદ્દાખને જાહેર કરેલા કેન્દ્ર શાસિત પ્રદેશ અંગે લેહવાસીનો સંપર્ક કરવાના અનેક પ્રયાસો કર્યા હતા. આ પ્રયાસો દરમિયાન લેહવાસી યુવાન સ્ટેનઝીન ચોસ્ગ્યાલનો સંપર્ક થયો હતો. DivyaBhaskar સાથે એક્સક્લુઝિવ વાત કરતા સ્ટેનઝીન ચોસ્ગ્યાલે ભાવુક થઈને જણાવ્યું હતું કે, આજે અમારૂં સપનું સાકાર થયું છે. અમે વર્ષોથી લેહ યુનિયન ટેરેટરી બને તેમ ઇચ્છતા હતાં. અમારી વર્ષોની તપસ્યાનું આજે ફળ મળ્યું છે. મોદીજીએ લીધેલો નિર્ણય અમારા જીવન ધોરણ બદલીને વિકાસની એક નવી દિશા ખોલી શકે છે. જે કામ 70 વર્ષમાં ના થયું તે કામ નરેન્દ્ર મોદી સરકારે 70 દિવસમાં કરી બતાવ્યું છે.

‘હવે લાગે છે કે ખરેખર હવે અમારો સાચો વિકાસ થશે’
છેલ્લા કેટલાક દિવસથી વાતો ચાલતી હતી કે, જમ્મુ-કાશ્મીરમાં કંઇક થશે અને જે થશે તે ઈતિહાસ રચશે એવી વાતોથી અમારા બિઝનેસને અસર પહોંચી હતી. અમે સતત ઉચાટમાં રહેતા હોવા છતાં મોદીજી અને તેમની સરકાર પર અતૂટ વિશ્વાસ હતો. સોમવારે આખો દિવસ જમ્મુ-કાશ્મીરમાંથી લેહને યુનિયન ટેરેટરી બનાવવાની વાત થતા સમગ્ર લેહવાસીઓ ખુશીથી ઝુમી ઉઠ્યા હતા. મને અત્યારે પણ ઝુમવાનું અને ગાવાનું મન થાય છે. હું એકદમ રોમાંચિત થયો છું, આજની સવાર અમારા માટે આઝાદીની સવાર જેવી લાગે છે. અમને હવે લાગે છે કે ખરેખર હવે અમારો સાચો વિકાસ થશે. અહીં આવતા પ્રવાસીઓમાં વધારો થશે. તેમજ પાયાની સુવિધાઓ તથા સ્થાનિકોના જીવનમાં પરિવર્તન આવી જશે તેવું મારું સ્પષ્ટ માનવું છે. મારી સાથે સાથે સાથે સમગ્ર લેહ-લદ્દાખવાસીઓ આ નિર્ણયથી આનંદ અને ઉત્સાહમાં છે.

કાશ્મીરમાં રહેતો વ્યક્તિ પોતાને ભારતીય કહી શકતો નહીંઃ અમદાવાદમાં રહેતા કાશ્મીરી પંડિત

બીજી તરફ અમદાવાદમાં એક દાયકાથી વધુ સમયથી રહેતા કાશ્મીરી પંડિત સુનિલ કાચરુએ જણાવ્યું હતું કે આ એક બહુ સારો નિર્ણય છે.હું અને મારો પરિવાર 12 વર્ષથી અહીં રહીએ છીએ. અહીં હું ખાનગી કંપનીમાં નોકરી કરૂં છું. આ બહુ પહેલા નિર્ણય લેવાવો જોઈતો હતો. આ મારૂ વતન છે અને તેની સાથે મારી લાગણીઓ જોડાયેલી છે.કાશ્મીરમાં કોઇ રોજગાર નથી. આ નિર્ણયથી ત્યાં રોકાણ અને રોજગારી વધશે. કાશ્મીરમાં કલમ 370ના કારણે કોઇ ઇન્ડસ્ટ્રીઝમાં વધારો થયો નથી કે નથી કોઇ વિકાસ થઇ શક્યો. કાશ્મીરના યુવાનો આ નિર્ણયના કારણે હવે ત્યાં રોજગારી મેળવી શકશે. અત્યાર સુધી કાશ્મીરમાં રહેતો વ્યક્તિ ભારતનો હોવા છતાં પોતાને ભારતીય કહી શકતો નહીં. ગુજરાતમાં અંદાજે 10 હજાર અને અમદાવાદમાં 2 હજાર કાશ્મીરી પંડિતો રહે છે.

ઉલ્લેખનીય છે કે, 5 ઓગસ્ટના રોજ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રાજ્યસભા આર્ટિકલ 370ને નાબૂદ કરવાનો પ્રસ્તાવ મુક્યા બાદ 70 વર્ષનો ઈતિહાસ પલટાયો હતો. કેન્દ્ર સરકારના આ ઐતિહાસિક નિર્ણયને પગલે કરોડો દેશવાસીઓમાં હર્ષની લાગણી ફેલાઈ ગઈ હતી. તેની સાથે સાથે આ નિર્ણયની લાખો કાશ્મીરીઓ પર પણ અસર થશે.

X
dreams come true, opens kashmirs development opens new door, says lehs local youth
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી