નિત્યાનંદ આશ્રમ વિવાદ / DPSના સંચાલક મંજુલા શ્રોફ અને હિતેન વસંતે આગોતરા જામીન માટે કોર્ટમાં અરજી દાખલ કરી

DPS સ્કૂલના સંચાલક મંજુલા પૂજા શ્રોફની ફાઇલ તસવીર
DPS સ્કૂલના સંચાલક મંજુલા પૂજા શ્રોફની ફાઇલ તસવીર

  • આગોતરા જામીન માટે ચોથી ડિસેમ્બરે સુનાવણી હાથ ધરવામાં આવશે
  • ધરપકડથી પ્રતિષ્ઠા ખરડાવાનો દાવો

Divyabhaskar.com

Dec 03, 2019, 02:03 AM IST
અમદાવાદ: હાથીજણમાં આવેલ નિત્યાનંદ આશ્રમમાં વિવાદ થતાં 9 વર્ષ સુધી માન્યતા વગર ગેરકાયદે ચાલી રહેલ ડીપીએસ ઇસ્ટ સ્કૂલના ટ્રસ્ટી પૂજા મંજુલા શ્રોફ અને હિતેન વસંતે પોલીસ ધરપકડથી બચવા માટે ગ્રામ્ય કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી છે. જેની સુનાવણી ગ્રામ્ય કોર્ટના મેજિસ્ટ્રેટ 10 ડિસેમ્બરે હાથ ધરશે.
શિક્ષણ વિભાગે વિવેકાનંદનગર પોલીસ સ્ટેશનમાં બોગસ દસ્તાવેજો બનાવી રાજ્ય સરકારને અંધારામાં રાખી માન્યતા વગર છેલ્લા 9 વર્ષથી ગેરકાયદે ડીપીએસ ઇસ્ટ સ્કૂલના ટ્રસ્ટી મંજુલા શ્રોફ, હિતેન વંસત અને પૂર્વ પ્રિન્સિપાલ અનિતા દુઆ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. આ ગુનામાં પોલીસ ધરપકડ ના કરે માટે મંજુલા શ્રોફ અને હિતેન વસંતે એડવોકેટ અજિતસિંહ જાડેજા મારફતે ગ્રામ્ય કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી છે. જેમાં એવી રજૂઆત કરાઇ છે કે, અમે નિર્દોષ છીએ. દેશના પ્રતિષ્ઠિત વ્યક્તિ છીએ જો પોલીસ અમારી ધરપકડ કરશે તો અમારી પ્રતિષ્ઠા ખરડાશે.
હેબિયસ કોર્પસમાં નામ છે તે 5 લોકો જ આશ્રમમાં રહેશે
નિત્યાનંદ આશ્રમમાં 29 બાળકો સહિત 40 લોકોએ મંગળવારે આશ્રમ છોડી દીધો હતો. પોલીસને જાણ થતાં કોઈ બનાવ ન બને તે માટે રક્ષણ આપ્યું હતું. જો કે, હેબિયસ કોર્પસમાં જેના નામ છે તે પાંચ લોકો હજુ આશ્રમમાં છે.
નિત્યાનંદ આશ્રમની સાધિકાની જામીન અરજી ગ્રામ્ય કોર્ટે ફગાવી
નિત્યાનંદ આશ્રમની સંચાલિક પ્રાણપ્રિયા અને પ્રિયાતત્ત્વાની જામીન અરજી ગ્રામ્ય કોર્ટે ફગાવી દીધી હતી. આરોપીએ તપાસમાં સહકાર આપ્યો નથી તેવી સરકારી વકીલની દલીલના આધારે ગ્રામ્ય કોર્ટે જામીન અરજી ફગાવી દીધી હતી.
X
DPS સ્કૂલના સંચાલક મંજુલા પૂજા શ્રોફની ફાઇલ તસવીરDPS સ્કૂલના સંચાલક મંજુલા પૂજા શ્રોફની ફાઇલ તસવીર

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી