- સ્કૂલ દ્વારા વાલીઓને સ્કૂલ બંધ કરવાની જાણ કરાઈ હોવાના મેસેજ કર્યા
- કેટલાક વાલીઓ બાળકો સાથે સ્કૂલના ગેટ આગળ પ્રદર્શન કર્યું
Divyabhaskar.com
Dec 03, 2019, 02:57 PM ISTવાલીઓની માંગણીઓ
1) માન્યતા રદ્દ થઈ તેની બે સર્ટિફાઈડ કોપી
2) વૈકલ્પિક વ્યવસ્થાની લેખિતમાં નકલ
3) 10 વર્ષના ઓડિટ રિપોર્ટ અને અધિકારીઓની સહી સાથેનો રિપોર્ટ
4) ધો-1થી 8ની માન્યતા રદ થઈ તેની સર્ટિફાઈડ કોપી
5) DPS ઈસ્ટ તાત્કાલિક 24 કલાક પહેલા શરૂ થાય તેની લેખિત બાંહેધરી
6) 1 હજાર બાળકોના ભવિષ્યને ધ્યાને લઈ સરકાર પોતાને હસ્તક લઈ ચલાવે
7) કોઈપણ સ્ટુડન્ટ અન્ય સ્કૂલમાં ટ્રાન્સફર થવા તૈયાર નથી માટે સરકાર પરિપત્ર બહાર પાડી પોતાના હસ્તક લે
વાલીઓ ઉત્તમનગર ગાર્ડન મળીને જિલ્લા શિક્ષણાધિકારી (DEO) ઓફિસે પહોંચ્યા હતા. વાલીઓએ માંગ કરી હતી કે સ્કૂલ ચાલુ રાખવાની લેખિત બાંહેધરી આપવામાં તો જ સંકુલ છોડશે. જેને પગલે DEOએ વાલીઓને લેખિતમાં રજૂઆત આપવા માટે કહ્યું હતું. જે ઉચ્ચ અધિકારીને આપવામાં આવશે તેવું જણાવ્યું હતું. વાલીઓ જણાવ્યું હતું કે, અન્ય સ્કૂલોએ DPSના સ્ટુડન્ટને પ્રવેશ નહીં આપે તેવા બોર્ડ લગાવી દીધા છે. જેથી અન્ય સ્કૂલોમાં બાળકોને પ્રવેશ ન મળતો હોવાથી જ્યાં સુધી સ્કૂલ ચાલુ નહીં કરવામાં નહીં આવે ત્યાં સુધી વાલીઓ પરિસર નહીં છોડે તેમ જણાવ્યું હતું.
સ્કૂલ દ્વારા વાલીઓને મેસેજ કરી જાણ કરાઈ
DPS ઈસ્ટ દ્વારા વાલીઓને જાણ કરવામાં આવી છે અને કહેવાયું છે કે, વ્હાલા વાલીઓ, તમને જાણ કરવામાં આવે છે કે અમને હમણાં જ એક પત્ર દ્વારા જણાવ્યું છે કે ધોરણ 1 થી 8ની પરમિશનને DPEO ઓફિસ દ્વારા માન્યતા રદ્દ કરાઈ છે. અમે જણાવીએ છીએ કે સ્કૂલને આગળની નોટિસ ન મળે ત્યાં સુધી બંધ કરવામાં આવે છે.
વાલીઓ વિરોધ
વાલીઓનું ગ્રૂપ ઉત્તમ નગર ગાર્ડન મણીનગર ખાતે એકઠા થયા છે. હાલ તેઓ સ્કૂલને લઈને ચર્ચાઓ કરી રહ્યાછે. ત્યાર બાદ તેઓ જિલ્લા શિક્ષણ અધિકારી (DEO) અમદાવાદ ખાતે જશે. સાથે જ આ નિર્ણય સામે ઓથોરિટીને એક અપીલ કરશે.
શહેરની તમામ સ્કૂલો બંધ કરાવવા ચીમકી
મણીનગરના ઉત્તમનગર ગાર્ડન ખાતે DPS ઈસ્ટના વાલીઓ એકઠા થયા હતા. તેમણે જણાવ્યું હતું કે, અમને સંતોષકારક જવાબ આપવામાં આવી રહ્યો નથી. ધોરણ 1થી 8ની માન્યતા રદ થઈ ગઈ છે. અમારા બાળકોનું ભાવી અધ્ધરતાલ છે. અમે DEOને ઉગ્ર રજૂઆત કરીશું. અમે સરકારને મળ્યા ત્યારબાદ તરત GSEBની માન્યતા પણ રદ કરી દેવાઈ છે. અમારા બાળકો અમને પૂછે છે કે અમારે સ્કૂલે જવાનું છે કે નહીં? અમે કોઈ જવાબ નથી આપી શકતા. અમને ન્યાય નહીં મળે તો હાઈકોર્ટમાં PIL કરીશું. આવતી કાલે શહેરની તમામ સ્કૂલો બંધ કરાવીશું.
બે દિવસમાં રિપોર્ટ રજૂ કરવા આદેશ
ડીપીએસ ઈસ્ટની ધોરણ.9 થી 12 ની માન્યતા સીબીએસઈ બોર્ડે રદ કરી દીધા બાદ સોમવારે સવારે વાલીઓએ સ્કૂલ સંચાલકો સામે રોષ ઠાલવી વાલીઓએ હાઈકોર્ટમાં રિટ કરવાની ચીમકી ઉચ્ચારી હતી. પ્રિન્સિપાલ હિતેષ પૂરીએ મિટિંગમાં વાલીઓને ધોરણ.1 થી 8 માટે સીબીએસઈની એનઓસીની જરૂર નથી અને સ્થાનિક જિલ્લા શિક્ષણાધિકારીની એનઓસી અમારી પાસે છે એટલે ધો.1થી 8ની સ્કૂલ મંગળવારથી શરૂ થઈ જશે તેવી ખાતરી આપી હતી. જેના 6 કલાકમાં ગ્રામ્ય ડીઈઓએ ધોરણ.1 થી 8 ની માન્યતા રદ કરતાં 600 વિદ્યાર્થીઓ રઝળી પડશે. સ્કૂલે 14 દસ્તાવેજો રજૂ નહીં કરી ગેરરીતિ આચરતા આ નિર્ણય લેવાયો હતો. નિર્ણયના ઓર્ડરમાં એફઆરસીના નિયમ મુજબ ધો.1 થી 8 ના વિદ્યાર્થી પાસેથી લીધેલી એડવાન્સ ફી વાલીઓને પરત કરી દેવી. અને બે દિવસમાં કેટલી ફી એડવાન્સ લીધી છે તેનો રિપોર્ટ બે દિવસમાં રજૂ કરવા કહેવાયું છે.
વિદ્યાર્થીઓને બોપલ બ્રાંચમાં સ્થળાંતર કરવા મદદ કરીશું
શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ આ સ્કૂલના વિદ્યાર્થીઓને ડીપીએસની બોપલ સ્કૂલ અથવા અન્ય નજીકની સ્કૂલોમાં ટ્રાન્સફર કરવામાં મદદ કરીશું. બીજી તરફ વાલી મંડળના પ્રતિનિધિ શોએબ શેખે કહ્યું કે, અમે સ્કૂલ ટ્રાન્સફર નહીં કરીએ. આ જ સ્કૂલમાં અમારા બાળકો ભણશે. સીબીએસઈ બોર્ડ અજમેર ખાતે જઈને વાલીઓ રજૂઆત કરશે.
9 વર્ષ ગેરકાયદે સ્કૂલ ચાલી
શિક્ષણ વિભાગે વિવેકાનંદનગર પોલીસ સ્ટેશનમાં બોગસ દસ્તાવેજો બનાવી રાજ્ય સરકારને અંધારામાં રાખી માન્યતા વગર છેલ્લા 9 વર્ષથી ગેરકાયદે ડીપીએસ ઇસ્ટ સ્કૂલના ટ્રસ્ટી મંજુલા શ્રોફ, હિતેન વંસત અને પૂર્વ પ્રિન્સિપાલ અનિતા દુઆ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. આ ગુનામાં પોલીસ ધરપકડ ના કરે માટે મંજુલા શ્રોફ અને હિતેન વસંતે એડવોકેટ અજિતસિંહ જાડેજા મારફતે ગ્રામ્ય કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી છે. જેમાં એવી રજૂઆત કરાઇ છે કે, અમે નિર્દોષ છીએ. દેશના પ્રતિષ્ઠિત વ્યક્તિ છીએ જો પોલીસ અમારી ધરપકડ કરશે તો અમારી પ્રતિષ્ઠા ખરડાશે.
ગ્રામ્ય કોર્ટના મેજિસ્ટ્રેટ 10 ડિસેમ્બરે
હાથીજણમાં આવેલ નિત્યાનંદ આશ્રમમાં વિવાદ થતાં 9 વર્ષ સુધી માન્યતા વગર ગેરકાયદે ચાલી રહેલ ડીપીએસ ઇસ્ટ સ્કૂલના ટ્રસ્ટી પૂજા મંજુલા શ્રોફ અને હિતેન વસંતે પોલીસ ધરપકડથી બચવા માટે ગ્રામ્ય કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી છે. જેની સુનાવણી ગ્રામ્ય કોર્ટના મેજિસ્ટ્રેટ 10 ડિસેમ્બરે હાથ ધરશે.
હેબિયસ કોર્પસમાં નામ છે તે 5 લોકો જ આશ્રમમાં રહેશે
પાંચ લોકો હજુ આશ્રમમાં
નિત્યાનંદ આશ્રમમાં 29 બાળકો સહિત 40 લોકોએ મંગળવારે આશ્રમ છોડી દીધો હતો. પોલીસને જાણ થતાં કોઈ બનાવ ન બને તે માટે રક્ષણ આપ્યું હતું. જો કે, હેબિયસ કોર્પસમાં જેના નામ છે તે પાંચ લોકો હજુ આશ્રમમાં છે.
નિત્યાનંદ આશ્રમની સાધિકાની જામીન અરજી ગ્રામ્ય કોર્ટે ફગાવી
નિત્યાનંદ આશ્રમની સંચાલિક પ્રાણપ્રિયા અને પ્રિયાતત્ત્વાની જામીન અરજી ગ્રામ્ય કોર્ટે ફગાવી દીધી હતી. આરોપીએ તપાસમાં સહકાર આપ્યો નથી તેવી સરકારી વકીલની દલીલના આધારે ગ્રામ્ય કોર્ટે જામીન અરજી ફગાવી દીધી હતી.