અમદાવાદ / DPS વિવાદઃ કોણ છે ટ્રસ્ટી હિતેન વસંત અને CEO મંજુલા પૂજા શ્રોફ

DPS east controversy: Who is Trustee Hiten Vasant and CEO Manjula Pooja Shroff

  • મંજુલા પૂજા શ્રોફ રાજવી પરિવારના દીકરી અને ગુજરાતના વહુ
  • હિતેન વસંતના કાર્ગો, લોજિસ્ટિક્સ અને ટ્રાન્સપોર્ટ સહિતના અનેક બિઝનેસ
  • મંજુલા શ્રોફ અને હિતેન વસંતે ગ્રામ્ય કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી

Divyabhaskar.com

Dec 02, 2019, 06:00 PM IST

અમદાવાદઃ શહેરની ખૂબ જ જાણીતી ડીપીએસ સ્કૂલ ઈસ્ટની માન્યતા રદ CBSEએ રદ કરતા ડીપીએસની અન્ય બ્રાન્ચોમાં અભ્યાસ કરતા વાલી અને વિદ્યાર્થીઓમાં પણ ભયની લાગણી વ્યાપી ગઈ છે. ગુજરાતમાં ટૂંકાગાળામાં ડીપીએસનું નામ બનાવનાર તેના સંચાલક એવા હિતેન વસંત અને મંજુલા પૂજા શ્રોફના નામ ઉછળ્યા છે. પરંતુ મંજુલા શ્રોફ અને હિતન વસંત કોણ છે તે અંગે ખૂબ ઓછા લોકો જાણે છે. જેથી DivyaBhsakarએ તેમના જ સોશિયલ મીડિયામાંથી બન્ને હસ્તીઓની પ્રોફાઈલ તૈયાર કરી છે.

હિતેન વસંત અને મંજૂલા પૂજા શ્રોફ સામે ગુનો નોંધાયો
હાથીજણ પાસે આવેલા નિત્યાનંદ આશ્રમ વિવાદ મામલે CBSE બોર્ડે ડીપીએસ ઈસ્ટની માન્યતા રદ કરી છે. તેમજ ખોટા દસ્તાવેજો ઉભા કરી સ્કૂલની મંજૂરી મેળવવાના આરોપસર ડીપીએસ ઈસ્ટના સીઈઓ મંજુલા શ્રોફ અને ટ્રસ્ટી હિતેન વસંત સામે અમદાવાદ ગ્રામ્ય પોલીસે ગુનો દાખલ કર્યો છે. ત્યારબાદ મંજુલા શ્રોફ અને હિતેન વસંતે ગ્રામ્ય કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી છે.

હિતેન વસંતઃ વસંત ટ્રાન્સપોર્ટના માલિક
વોકલ મ્યૂઝિકની તાલીમ લઈ ચૂકેલા હિતેન વસંતનો જન્મ 4 જુલાઈ 1962ના રોજ થયો હતો. તેઓએ ગુજરાત યુનિવર્સિટીમાંથી બીકોમ અને LLBનો અભ્યાસ કર્યો છે. તેમની લિંક્ડ ઈન પ્રોફાઈલ મુજબ, તેઓ વર્ષોથી ચાલતા વસંત ટ્રાન્સપોર્ટના માલિક અને વસંત ગ્રુપ ઓફ કંપનીઝના ટીમ લીડર છે. આ ઉપરાંત તેઓ વસંત ઓવરસીઝ પ્રા.લિ.ના સીએમડી, વસંત ટ્રાન્સપોર્ટ પ્રા.લિ., વસંત કાર્ગો મૂવર્સ પ્રા.લિ., વસંત લોજિસ્ટિક્સ, વસંત ઈન્ફ્રા લોજીસ, વસંત વર્ચ્યુઅલના ડાયરેક્ટર છે. જ્યારે યશ એન્ટરપ્રાઈઝના પ્રોપ્રાઈટર, વિનમ્ર કોમ્યુનિકેશન પ્રા.લિ. અને સિદ્ધિ વિનાયક બિલ્ડકોન પ્રા.લિ.ના ડાયરેક્ટર છે.

કેલોરેક્સ ફાઉન્ડેશન અને યુવા અનસ્ટોપેબલના ટ્રસ્ટી
એજ્યુકેશન સહિત વિવિધ પ્રકારના બિઝનેસ સાથે સંકળાયેલા હિતેન વસંત અમદાવાદ ઈનિશિયટિવ ફોર રિડક્શન ઈન પોલ્યુશન(AIR), કેલોરેક્સ ફાઉન્ડેશન, સિટીઝન્સ કાઉન્સિલ, ગવર્નિંગ બોડી ઓફ એલ.જે.ટ્રસ્ટ, સંવેદના ટ્રસ્ટ, યુવા અનસ્ટોપેબલ, સિદ્ધિ વિનાયક બિલ્ડકોન અને ઉત્થાનના ટ્રસ્ટી તેમજ નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ફોર લીડરશિપ એન્ડ પબ્લિક એડમિનિસ્ટ્રેશનના મેમ્બર છે.


મંજુલા પૂજા શ્રોફ મૂળ ઓડિશાના
જ્યારે કેલોરેક્સના એમડી અને CEO મંજુલા પૂજા શ્રોફનો જન્મ 27 ફેબ્રુઆરીના રોજ ઓડિશાના બહેરામપુરમાં થયો હતો. ગુજરાતી એવા પ્રતુલ શ્રોફને પરણેલાં મંજુલા પૂજા શ્રોફના પિતા સ્વ. કીર્તિચંદ્ર દેવ જુનાં રજવાડાંઓનું વિલિનીકરણ થયું તે પહેલાં ઓડિશા-આંધ્રપ્રદેશના રાજકુમાર હતા. પોલિટિકલ સાયન્સ ભણેલા મંજુલા પૂજા શ્રોફે જાહેર જીવનની શરૂઆત ઓડિશાના મોટા ઔદ્યોગિક ગ્રૂપ ‘ઈન્ડિયન મેટલ એન ફેરો એલોઈસ’માં સમર ઈન્ટર્ન તરીકેની કામગીરીથી કરી હતી. મંજુલા પૂજા કે પૂજા મંજુલા? તેમણે માતા-પિતાએ આપેલું મંજુલા નામ યથાવત રાખી લગ્ન બાદ નવું નામ પૂજા ‘સ્વીકારનાર’ કેલોરેક્સનાં ચેરપર્સને શિક્ષણજગતમાં ખૂબ જ ટૂંકા ગાળામાં નોંધપાત્ર સફળતાઓ મેળવી છે. તેમજ પ્રેરણા (ડિસલેક્સિક વિદ્યાર્થીઓ માટે) અને વિસામો કિડ્ઝ (મેનેજિંગ ટ્રસ્ટી, સમાજના આર્થિક રીતે પછાત લોકો માટે) સંસ્થા પણ ચલાવે છે.

25 વર્ષથી કેલોરેક્સના એમડી અને CEO
મંજુલા પૂજા શ્રોફ વર્ષ 1995થી કેલોરેક્સના સીઈઓ અને એમડી પદે છે. કેલોરેક્સ પ્રિ સ્કૂલથી લઈ યુનિવર્સિટી સુધીના એજ્યુકશન સાથે સંકળાયેલી છે. માત્ર એટલું જ નહીં કેલોરેક્સ ગુજરાત, રાજસ્થાન અને મધ્યપ્રદેશ સહિતના રાજ્યોમાં 40થી વધુ એજ્યુકેશનલ ઈન્સ્ટિટ્યૂશન્સ ચલાવી રહી છે.

X
DPS east controversy: Who is Trustee Hiten Vasant and CEO Manjula Pooja Shroff
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી