ભાસ્કર વિચાર / ટ્રાફિકના કડક દંડથી ગુસ્સે ના થાઓ, આપણી સુરક્ષા માટે આ જરૂરી છે

પ્રતિકાત્મક તસવીર
પ્રતિકાત્મક તસવીર

  • આજથી ગુજરાતમાં ટ્રાફિકના નવા નિયમ

Divyabhaskar.com

Sep 16, 2019, 12:22 AM IST

અમદાવાદ: ગુજરાતમાં સોમવારથી મોટર વ્હીકલ એક્ટની નવી જોગવાઈઓ લાગુ થઈ રહી છે. જોકે, કેન્દ્ર સરકારે ભારે ભરખમ દંડના નિયમો લાગુ કર્યા હતા, પરંતુ રાજ્ય સરકારે તેમાં ઘણો કાપ મૂક્યો છે. પરંતુ વાત ફક્ત દંડ ઘટાડવાની કે વધારવાની જરૂર નથી. વાત છે, આપણી આદતોની અને આપણી સુરક્ષાની. દંડ એટલે લગાવાઈ રહ્યો છે, જેથી આપણે ટ્રાફિક નિયમોનું ગંભીરતાથી પાલન કરીએ. નિયમોનું પાલન કરીશું તો માર્ગ અકસ્માતોથી પણ બચી શકીશું. ટ્રાફિક નિયમો આપણી સુરક્ષા સુવિધા માટે જ હોય છે. તેને તોડનારા આપણી સાથે બીજાના જીવ પણ જોખમમાં મૂકે છે. નિયમોનું પાલન માટે આવી કડકાઈ જરૂરી છે. કારણ કે, નિયમોના પાલન સિવાય માર્ગ અકસ્માતો રોકવાનો બીજો કોઈ ઉપાય નથી.

દંડથી બચવા માટે બસ આટલું ધ્યાન રાખો...
તમે જેવા ઘરેથી વાહન લઈને નીકળો તો ચેક કરી લો કે, તમારું લાયસન્સ, વીમો, પીયુસી, આરસી બુકની નકલ સાથે રાખી છે કે નહીં? જો ના હોય તો મોબાઈલ કે પોકેટમાં રાખી લો કારણ કે, તમે એ‌વું નહીં કરો તો આગળના જ ચાર રસ્તે તમારે રૂ. 500નો દંડ થઈ શકે છે. કાર ડ્રાઈવ કરતા પહેલા સીટ બેલ્ટ જરૂર બાંધી લો કારણ કે, ટ્રાફિક પોલીસ હવે તમને ‘ચાલો, પહેલી ભૂલ છે’ એવું કહીને છોડી નહીં દે, પરંતુ સીધા રૂ. 500નો મેમો ફાડશે. ટુ વ્હીલર ચલાવો છો તો હેલમેટ પહેરવાનું ના ભૂલો કારણ કે, રૂ. 100નો દંડ પણ હવે રૂ. 500 થઈ ગયો છે. હા, કાર ચલાવતી વખતે મોબાઈલ પર વાત તો બિલકુલ ના કરો. એક તો તે આપણા જીવ માટે જોખમી છે અને બીજું રૂ. 500નો દંડ ભરવો પડશે તે અલગ. એક વાત ખાસ ધ્યાન રાખો. તમારે જ્યાં પણ જવું છે ત્યાં થોડા જલદી નીકળો કારણ કે, ઓવરસ્પીડે જશો તો રૂ. 1500થી લઈને રૂ. 4000 સુધીનો દંડ થઈ શકે છે. એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ વગેરે સાઈડ માંગે તો સાઈડ આપી દેજો. એવું નહીં કરો તો તમારે રૂ. 1000 દંડ ભરવો પડશે.

X
પ્રતિકાત્મક તસવીરપ્રતિકાત્મક તસવીર
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી