તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Donald Trump Will Enter From Behind The Motera Stadium, All Flights At Ahmedabad Airport Will Be Closed For 6 Hours

જગન્નાથ કરતાં જગત જમાદારને સવાઈ સુરક્ષા!, ટ્રમ્પની સુરક્ષા માટે વિશેષ ભાર મુકાયો

7 મહિનો પહેલા
  • કૉપી લિંક
ટ્રમ્પના સ્વાગત માટે મોટેરા સ્ટેડિયમની પાછળ ખાસ સજાવટ કરાઈ.
  • રથયાત્રામાં 20 હજાર પોલીસનો બંદોબસ્ત હોય છે
  • ટ્રમ્પ માટે રથયાત્રાથી પણ મોટો બંદોબસ્ત, 25000 ચોકીદાર ખડકાશે
  • તકેદારીઃ VVIP એરિયામાં 10 બેડનું ઈમરજન્સી સેન્ટર બનશે

અમદાવાદઃ અમદાવાદના ઈતિહાસમાં રથયાત્રાનો બંદોબસ્ત સૌથી મોટો ગણાય છે. જેમાં 20 હજાર પોલીસ તહેનાત કરાય છે. જો કે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મોટેરા સ્ટેડિયમના કાર્યક્રમ અને રોડ-શો માં 25 હજાર જેટલા પોલીસ-સુરક્ષા કર્મચારીઓ તહેનાત રહેશે. અર્થાત્ ભગવાન જગન્નાથ કરતાં જગત જમાદાર તરીકે ઓળખાતા અમેરિકાના પ્રમુખને સવાઈ સુરક્ષા પૂરી પડાશે.

4 જગ્યાએ વિશેષ બંદોબસ્ત
ટ્રમ્પની સુરક્ષા માટે એસપીજી - એનએસજી કમાન્ડો, અમેરિકી સિક્રેટ સર્વિસના ગાર્ડ તેમજ સ્થાનિક પોલીસનો સમાવેશ થાય છે. કંટ્રોલ રૂમ ડીસીપી વિજય પટેલના જણાવ્યા અનુસાર, 24 ફેબ્રુઆરીએ અમેરિકાના પ્રમુખનું વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદ એરપોર્ટ પર ગાર્ડ ઓફ ઓનરથી સ્વાગત કરશે. એરપોર્ટથી તેઓ તાજ સર્કલ, શાહીબાગ ડફનાળા, શીલાલેખ, આરટીઓ થઇને ગાંધી આશ્રમ જશે. ટ્રમ્પ-મોદીના સમગ્ર કાર્યક્રમ અને રૂટ પર 4 જગ્યાએ વિશેષ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. 

બંદોબસ્તમાં 25 IPS, 65 એસીપી
હાલ અમેરિકી સિક્રેટ સર્વિસની બે ટીમ અમદાવાદમાં સુરક્ષાની સમીક્ષા કરી રહી છે. અગાઉ એેનએસજી-એસપીજીએ સમીક્ષા કરી હતી.
આ છે સુરક્ષાચક્ર
25 - આઈપીએસ અધિકારી
65 - એસીપી
200 - પીઆઈ
800 - પીએસઆઈ
10,000 - પોલીસ કર્મચારી
5,000 - હોમગાર્ડના જવાન
3,000 - ટ્રાફિક પોલીસના જવાન
3,000 - ટ્રાફિક બ્રિગેડના જવાન

પોલીસ માટે વાયરલેસ સેટની નવી ચેનલ
ટ્રમ્પ-મોદીના બંદોબસ્તમાં તહેનાત તમામ પોલીસ કર્મચારી માટે વાયરલેસ સેટની એક નવી ચેનલ ઊભી કરાઈ છે. જેના ઉપર ફક્ત તે દિવસ પૂરતા બંદોબસ્તને લગતા મેસેજ જ પાસ કરાશે. સ્ટેડિયમ, પોલીસ કંટ્રોલ રૂમ, એરપોર્ટ પણ નવા કંટ્રોલ રૂમ ઊભા કરાશે.

5 દિવસ અગાઉથી જ બંદોબસ્ત ગોઠવાઈ જશે 
મોદી-ટ્રમ્પના કાર્યક્રમમાં જે પોલીસને બંદોબસ્તમાં તહેનાત રહેવાના છે, તેમને 19 તારીખથી જ બંદોબસ્તની તૈયારી માટે બોલાવી લેવાયા છે. જેમાં એરપોર્ટ, ગાંધી આશ્રમ, રોડ શો અને મોટેરા સ્ટેડિયમનો સમાવેશ થાય છે.

120 ડોર ફ્રેમ, 240 હેન્ડ મેટલ ડિટેક્ટરથી ચેકિંગ 
સ્ટેડિયમમાં લોકોને સવારે 11 વાગ્યા સુધીમાં એન્ટ્રી આપી દેવાશે. સ્ટેડિયમમાં પ્રવેશવા 120 ડોર ફ્રેમ મેટલ ડિટેક્ટર, 240 હેન્ડ મેટલ ડિટેક્ટર સાથે પણ પોલીસ તહેનાત રહેશે અને દરેક માણસને સ્કેન કર્યા પછી જવા દેવાશે.

ટ્રોડ પરનદીમાં મરીન કમાન્ડોનું પેટ્રોલિંગ
ડોનાલ્ડ ટ્રમ્પનો કાફલો અમદાવાદ પહોંચ્યા બાદ એરપોર્ટથી ગાંધી આશ્રમ જશે. આ કાફલો રિવરફ્રન્ટ થઈમરજન્સી સંજોગોમાં ટ્રમ્પને એરલિફ્ટ કરવા માટે સ્ટેડિયમ પાસે બે હેલિકોપ્ટર મુકાશે ટ્રોડ પરનદીમાં મરીન કમાન્ડોનું પેટ્રોલિંગ
ડોનાલ્ડ ટ્રમ્પનો કાફલો અમદાવાદ પહોંચ્યા બાદ એરપોર્ટથી ગાંધી આશ્રમ જશે. આ કાફલો રિવરફ્રન્ટ થઈ શિલાલેખ ટાવરની બાજુમાંથી સુભાષ બ્રિજ થઈ ગાંધી આશ્રમ તરફ આગળ વધશે ત્યારે રિવરફ્રન્ટ પર આવતા રેલવે બ્રિજ પરથી પસાર થતી ટ્રેનોને થોડા સમય માટે અટકાવી દેવામાં આવશે. જેના માટે આરપીએફ અને જીઆરપીના જવાનો બ્રિજની બન્ને બાજુ તહેનાત કરવામાં આવશે. આ ઉપરાંત રેલવે અધિકારીઓ પણ ત્યાં હાજર રહેશે જેઓ ટ્રમ્પના કાફલાનું નિરીક્ષણ કર્યા બાદ ટ્રેન ચલાવવા અંગે મંજૂરી આપશે ત્યારબાદ જ ત્યાં ઊભી રખાયેલી ટ્રેનને આગળ વધારવામાં આવશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ઉન્નતિને લગતાં શુભ સમાચારની પ્રાપ્તિ થશે. ધાર્મિક અને આધ્યાત્મિક કાર્યોમાં પણ થોડો સમય પસાર થશે. કોઇ વિશેષ સમાજ સુધારકનું સાનિધ્ય તમારી અંદર પોઝિટિવ ઊર્જા ઉત્પન્ન કરશે. નેગેટિવઃ- ઘરના...

વધુ વાંચો