• Gujarati News
  • National
  • Donald Trump Visit Ahmedabad: Over 500 CCTV Cameras To Keep An Eye On Program In Motera

મોટેરામાં ટ્રમ્પનો કાર્યક્રમ, અલગથી કન્ટ્રોલરૂમ ઉભો કરાશે, 500થી વધુ CCTV કેમેરા બાજ નજર રાખશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેર પોલીસ દ્વારા, HD વિઝનના કેમેરા અને સ્ટેડિયમમાં GCA દ્વારા આશરે 500થી વધુ કેમેરા કાર્યરત કરવામાં આવ્યા - Divya Bhaskar
શહેર પોલીસ દ્વારા, HD વિઝનના કેમેરા અને સ્ટેડિયમમાં GCA દ્વારા આશરે 500થી વધુ કેમેરા કાર્યરત કરવામાં આવ્યા

અમદાવાદ: અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની 24 ફેબ્રુઆરીની અમદાવાદની મુલાકાતને લઈ અમદાવાદ શહેર પોલીસ દ્વારા સુરક્ષાને લઈ પૂરતી તૈયારીઓ કરવામાં આવી રહી છે. મોટેરા ક્રિકેટ સ્ટેડિયમમાં ભવ્ય કાર્યક્રમને લઈ સ્ટેડિયમમાં જ અલગથી કંટ્રોલરૂમ ઉભો કરવામાં આવશે. બંને મહાનુભાવોના સમગ્ર રૂટ પર પોલીસકર્મીઓ અને એજન્સીઓ તો તૈનાત કરવામાં આવશે જ આ ઉપરાંત 500થી વધુ CCTV કેમેરા દ્વારા સમગ્ર કાર્યક્રમ પર બાજ નજર રાખવામા આવશે. 

બંધ કેમેરા ચાલુ કરાયા અને ટેક્નિકલ ખામી દૂર કરવામાં આવી રહી છે
અમદાવાદ સ્માર્ટ સિટી અંતર્ગત કોર્પોરેશન દ્વારા કેમેરા, શહેર પોલીસ દ્વારા, HD વિઝનના કેમેરા અને સ્ટેડિયમમાં GCA દ્વારા આશરે 500થી વધુ કેમેરા કાર્યરત કરવામાં આવ્યા છે. એરપોર્ટથી લઈ ગાંધી આશ્રમ, ગાંધી આશ્રમથી ચીમનભાઈ બ્રિજ થઈ સાબરમતી થઈ સ્ટેડિયમ ઉપરાંત સ્ટેડિયમથી ભાટ કોટેશ્વર, ઇન્દિરાબ્રિજ અને એરપોર્ટ સુધીના તમામ કેમેરાની ચકાસણી કરવામાં આવી છે. જે પણ કેમેરા કાર્યરત નથી અથવા ટેક્નિકલ ખામી છે તેને દૂર કરવામાં આવી રહી છે. 

એક જ જગ્યાએ મોનિટરિંગ થાય તેવી વ્યવસ્થા ગોઠવાશે
500થી વધુ કેમેરા જે લગાવવામાં આવેલા છે તેમાં ત્રણ અલગ અલગ જગ્યાએથી અથવા તો એક જ જગ્યાએ મોનિટરિંગ થાય તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવશે. રૂટ પર કોર્પોરેશનના જે કેમેરા લગાવવામાં આવ્યા છે તેનું મોનિટરીિગ સ્માર્ટ સિટીના કંટ્રોલરૂમ અને પોલીસ કંટ્રોલરૂમમાંથી કરવામાં આવશે. સ્ટેડિયમમાં અને GCAના કંટ્રોલ રૂમ અને પોલીસ કંટ્રોલરૂમમાંથી સમગ્ર કાર્યક્રમ પર બાજનજર રાખવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...