અમદાવાદ / પાસપોર્ટ વેરિફિકેશન માટે અરજદારોને પોલીસ સ્ટેશન ન બોલાવવા જિલ્લા પોલીસવડાની કડક સૂચના  

પોલીસકર્મીઓ કામચોરી કરી અરજદારના ઘરે જવાની જગ્યાએ વેરીફિકેશન માટે અરજદારને પોલીસ સ્ટેશનમાં બોલાવે છે
પોલીસકર્મીઓ કામચોરી કરી અરજદારના ઘરે જવાની જગ્યાએ વેરીફિકેશન માટે અરજદારને પોલીસ સ્ટેશનમાં બોલાવે છે

  • આ બાબત SCRBના ધ્યાને આવતા જિલ્લા પોલીસવડાએ ગંભીર નોંધ લીધી
  • કોઈ અરજદારને પાસપોર્ટ વેરિફિકેશન કરાવવા પોલીસ સ્ટેશન જવાની જરૂર નથી

Divyabhaskar.com

Nov 17, 2019, 02:41 PM IST

અમદાવાદ: નાગરિકોને પાસપોર્ટ મેળવવા પોલીસ વેરિફિકેશન માટે પોલીસ સ્ટેશન જવાની જરૂર નથી. પોલીસકર્મીઓ તેમના ઘરે જઈ અને મોબાઈલ પોકેટકોપ મારફતે એપ્લિકેશન દ્વારા વેરિફિકેશન કરવામાં આવે છે. પરંતુ પોલીસકર્મીઓ કામચોરી કરી અરજદારના ઘરે જવાની જગ્યાએ વેરીફિકેશન માટે અરજદારને પોલીસ સ્ટેશનમાં બોલાવે છે. જેની જિલ્લા પોલીસવડાએ ગંભીર નોંધ લઈ અરજદારને પોલીસ સ્ટેશન બોલાવવાની જગ્યાએ ઘરે જઇ વેરિફિકેશન કરવા જણાવ્યું છે.

પોલીસ નાગરિકોને પોલીસ સ્ટેશને બોલાવતી
સ્ટેટ ક્રાઈમ રેકોર્ડ બ્યુરો(SCRB) ગાંધીનગર દ્વારા મોબાઈલ એપ્લિકેશનનું મોનિટરિંગ કરતા પાસપોર્ટ વેરિફિકેશનની કામ કરતા પોલીસકર્મીઓ નાગરિકોને પોલીસ સ્ટેશનમાં બોલાવવામાં આવતા હોવાની બાબત ધ્યાને આવી હતી. જેને લઈ જિલ્લા પોલીસવડાએ તેની ગંભીરતાથી નોંધ લઈ નાગરિકોને પોલીસ સ્ટેશનમાં ન બોલાવવા જણાવ્યું છે.

વેરિફિકેશન કરતા અધિકારીઓને સૂચના આપી
અમદાવાદ પોલીસ કમિશનર આશિષ ભાટિયાએ આ બાબતે પરિપત્ર કરી તમામ પોલીસ સ્ટેશનના અધિકારીઓને જાણ કરી છે કે વેરિફિકેશન કરતા અધિકારીઓને આ બાબતે સૂચના આપી તે મુજબ કાર્યવાહી કરવા જણાવ્યું છે.

X
પોલીસકર્મીઓ કામચોરી કરી અરજદારના ઘરે જવાની જગ્યાએ વેરીફિકેશન માટે અરજદારને પોલીસ સ્ટેશનમાં બોલાવે છેપોલીસકર્મીઓ કામચોરી કરી અરજદારના ઘરે જવાની જગ્યાએ વેરીફિકેશન માટે અરજદારને પોલીસ સ્ટેશનમાં બોલાવે છે

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી