ગાંધીનગર  / ‘ઢબુડી માતા’ ધનજી ઓડ મોડી રાતે પેથાપુર પોલીસ સ્ટેશનમાં હાજર થયો, પોલીસે જવાબ લઈ જવા દીધો

ધનજી ઓડની ફાઈલ તસવીર
ધનજી ઓડની ફાઈલ તસવીર

  • ધનજીના કહેવાથી દવા બંધ કરી દેતા મોત થયું

Divyabhaskar.com

Sep 12, 2019, 04:32 AM IST

ગાંધીનગર: ગાંધીનગર નજીક પેથાપુર પોલીસ સ્ટેશનમાં થયેલી અરજીના અનુસંધાને બુધવારે રાતે 11.45 વાગ્યે ઢબુડી માતા ઉર્ફે ધનજી ઓડ હાજર થયો હતો. પોલીસે બપોર બાદ આપેલા બીજા સમન્સ બાદ તે પોલીસ સ્ટેશનમાં જવાબ આપતા પોલીસે જવા દીધો હતો.

ધનજીના કહેવાથી દવા બંધ કરી દેતા મોત થયું
ધનજી ઓડે જણાવ્યું હતું કે, પોલીસ દ્વારા અપાયેલા સમન્સને અનુસંધાને હાજર રહી જવાબ આપ્યો હતો. નોંધનીય છે કે, ગઢડાના રહીશે પેથાપુર પોલીસસ્ટેશનમાં ધનજી ઓડ સામે અરજી કરી હતી કે, તે અંધશ્રદ્ધા ફેલાવે છે. અરજીમાં આક્ષેપ કરાયો છે કે, અરજદારના પુત્રને કેન્સર હોવાથી ત્રણ વર્ષ પહેલાં તેઓ ધનજી ઓડ પાસે ગયા હતા અને ધનજીના કહેવાથી દવા બંધ કરી દેતા પુત્રનું મોત થયું હતું. આ અરજી બાદ તાજેતરમાં જ ગાંધીનગર સેશન્સ કોર્ટે ધનજી ઓડની આગોતરા જામીન અરજી ફગાવી દીધી હતી. આ કેસની તપાસ ચાલુ હોવાથી કોર્ટે તેની આગોતરા જામીન અરજી ફગાવી હતી. ધનજી ઓડની જામીન અરજીની સુનાવણીમાં તેના વકીલ ચેતન રાવલે સોગંદનામું રજૂ કર્યું હતું. જેમાં જણાવ્યું છે કે, ધનજી હિન્દૂ ધર્મનાં પ્રચાર માટે સભા કરે છે. પોલીસ જ્યારે તપાસ માટે બોલાવશે ત્યારે ધનજી ઓડ હાજર થઈ તપાસમાં સહયોગ આપશે.

X
ધનજી ઓડની ફાઈલ તસવીરધનજી ઓડની ફાઈલ તસવીર
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી