અમદાવાદ / રાજ્યના DGPએ અઠવાડીયું ડ્રાઈવ ચલાવી છતાં માત્ર 4.46 કરોડનો જ દારૂ મળ્યો

પ્રતિકાત્મક તસવીર
પ્રતિકાત્મક તસવીર

  • 457 જગ્યાએ જ જુગાર રમતા લોકો ઝડપાયા
  • રાજ્ય પોલીસવડાની દારૂ અને જુગારની ડ્રાઈવના આંકડા શંકાસ્પદ
  • રાજ્યમાં પોલીસવડાને આદેશથી કરાયેલી દારૂ-જુગારની ડ્રાઈવ નિષ્ફળ

Divyabhaskar.com

Jun 12, 2019, 08:59 PM IST

અમદાવાદ: રાજ્યમાં દારૂ તથા જુગારની પ્રવૃત્તિ ડામવાના ઉદ્દેશથી રાજ્ય પોલીસવડા શિવાનંદ ઝા દ્વારા દારૂ-જુગારના કેસો કરવા એક અઠવાડીયાની ખાસ ડ્રાઇવ યોજવામાં આવી હતી. આ દરમિયાન દારૂના 8,302 કેસો અને જુગારના 457 કેસો કરવામાં આવ્યા છે. જો કે આ ડ્રાઇવ દરમ્યાન થયેલા દારૂ અને જુગારના કેસોના આંકડા શંકા ઉપજાવનારા છે, કારણકે આખા રાજ્યમાંથી શું પોલીસને માત્ર 8,302 જગ્યાએ જ દારૂ અને 457 જગ્યાએ લોકો જુગાર રમતા મળ્યા?. માત્ર અમદાવાદની જ વાત કરીએ તો સરદારનગર, સાબરમતી, સોલા, ચાંદખેડા, વાડજ, રખિયાલ, અમરાઇવાડી, શહેર કોટડા, મેઘાણીનગર સહિતના વિસ્તારમાં જ 1000 જેટલા દેશી દારૂ અને વિદેશી દારૂના અડ્ડાઓ આવેલા છે, ત્યારે આ કામગીરી સામે સવાલ થઈ રહ્યા છે.

વિદેશી દારૂના 945 અને દેશી દારૂના 7,357 કેસો કર્યા
2 જૂનથી 10 જૂન સુધી ચાલેલી આ ડ્રાઇવમાં તમામ શહેર-જિલ્લા ખાતે કુલ મળીને વિદેશી દારૂના કુલ 945 કેસો કરવામાં આવ્યા છે. જેમાં કુલ રૂ. 4.36 કરોડથી પણ વધુનો દારૂ સહિત કુલ રૂ. 9.61 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આ જ રીતે દેશી દારૂ અંગેના કુલ 7,357 કેસો કરવામાં આવ્યા છે, જેમાં રૂ. 10.74 લાખથી વધુ કિંમતનો દેશી દારૂ પકડી પાડવામાં આવ્યો છે. જુગારના 457 કેસોમાં રૂ.1.13 કરોડથી વધુનો મુદ્દામાલ પકડી પાડ્યો છે.

X
પ્રતિકાત્મક તસવીરપ્રતિકાત્મક તસવીર

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી