તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શિક્ષકોની ભરતી માટે સ્કૂલના વિદ્યાર્થીઓની સંખ્યા મંગાવી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • શિક્ષણ વિભાગ વિદ્યાર્થી મુજબ શિક્ષક ફાળવશે
  • નિયમ મુજબ વિદ્યાર્થી નહીં હોય તો શિક્ષક નહીં મળે

અમદાવાદ: ગ્રાન્ટેડ અને સરકારી સ્કૂલોમાં શિક્ષકોની ભરતી મુદ્દે શિક્ષણ વિભાગે દરેક સ્કૂલો પાસેથી વર્ગ અને વિદ્યાર્થીઓની સંખ્યા મંગાવી છે. વર્ગદીઠ વિદ્યાર્થીઓની સંખ્યાને આધારે શિક્ષકોની ફાળવણી કરાશે. નિયમ પ્રમાણે વિદ્યાર્થીઓની સંખ્યાને આધારે વધારાના વર્ગની મંજૂરી અપાય છે. જો સ્કૂલો પાસે નિયમ પ્રમાણેના વિદ્યાર્થીઓ નહીં હોય તો તેઓને શિક્ષકો મળવાપાત્ર રહેશે નહીં.
 
દરેક જિલ્લા શિક્ષણાધિકારીઓને રોસ્ટર રજિસ્ટરની અનામત સિટોની સંખ્યાની સાથે વિદ્યાર્થીઓની સંખ્યા પણ સબમિટ કરવા જણાવ્યું છે. જેથી જિલ્લાની દરેક સ્કૂલોને પોતાના વર્ગોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની સંખ્યાનું પત્રક જિલ્લા કચેરીમાં જમા કરવા જણાવ્યું છે.  જે સ્કૂલોએ શિક્ષકોની માગ કરી છે પરંતુ તેમની પાસે નિયમ પ્રમાણેના વિદ્યાર્થીઓ નહીં હોય તો તેમને શિક્ષકોની ફાળવણી થશે નહીં. 

વર્ગદીઠ 2.5 શિક્ષક મળવાપાત્ર છે
ધો.9થી 10 માટે શિક્ષકની સંખ્યા વર્ગદીઠ 1.5 રહેશે, ધો.11થી 12 સામાન્ય પ્રવાહમાં શિક્ષકની સંખ્યા વર્ગદીઠ 2.5 અને વિજ્ઞાન પ્રવાહમાં વર્ગદીઠ 2 શિક્ષકની મંજૂરી મળે છે. પરંતુ જો સ્કૂલમાં સળંગ ધો.9થી 12 ધોરણ હોય તો વર્ગદીઠ 2 શિક્ષક સ્કૂલને મળે છે. ઉપરાંત વર્ગદીઠ વિદ્યાર્થીઓની સંખ્યાના આધારે પણ શિક્ષકોની ફાળવણી થાય છે.

અન્ય સમાચારો પણ છે...