તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
અમદાવાદ: કહેવા માટે તો ગુજરાતમાં ચાઈનીઝ દોરી અને તુક્કલના વેચાણ પર પાંચ વર્ષથી પ્રતિબંધ છે, તો પણ દર વર્ષે ઉત્તરાયણમાં હજારો પક્ષીઓ ચાઈનીઝ દોરીથી ઘવાય છે. એટલું જ નહીં, સાંજ પડે આખું આકાશ ચાઈનીઝ ગુબ્બારાથી ભરાઈ જાય છે અને મોડી રાત્રે આગના બનાવો પણ બને છે. આનું મુખ્ય કારણ છે પોલીસની ઢીલી નીતિ. બજારમાં અત્યારે પણ ચાઈનીઝ દોરી અને ગુબ્બારા એટલે કે તુક્કલો ખાનગીમાં બમણા ભાવે વેચાય છે. જ્યારે ઓનલાઈન તો જાણે કોઈ પ્રતિબંધ લાગુ જ નથી પડતો અને આ બંને હાનિકારક પ્રોડક્ટનું ખુલ્લેઆમ વેચાણ થાય છે.
ઈ-કોમર્સ વેબસાઈટો પર 30 રૂપિયાના ભાવે ગુબ્બારા જોઈએ એટલા મળે છે
ચાઈનીઝ તુક્કલ તેમજ પ્લાસ્ટિકની દોરીના ખરીદ-વેચાણ પર પ્રતિબંધ ઉપરાંત સરકાર દ્વારા કડક કાર્યવાહી કરવાની સૂચના અપાઈ છે. બજારમાં તો તેનું ખુલ્લેઆમ વેચાણ નિયંત્રિત થયું છે, પરંતુ ઘણી એવી ઓનલાઇન ઇ-કોમર્સ વેબસાઈટ છે જે ચાઈનીઝ દોરી, તુક્કલ સહિતની પ્રતિબંધિત વસ્તુઓ વેચી રહી છે. અમુક ઓનલાઈન પ્લેટફોર્મ પર તો 100-200 નંગના જથ્થાબંધ ભાવે પણ ચાઈનીઝ ગુબ્બારા વેચાઈ રહ્યા છે. પતંગરસીયાઓ પણ બજારમાં ના મળવાથી ઓનલાઇન એમેઝોન, ફ્લિપકાર્ટ સહિતની ઇ-કોમર્સ વેબસાઇટમાં ડબલ રૂપિયા ખર્ચી દોરી, તુક્કલ ઓર્ડર કરી રહ્યા છે.
બજારમાં પ્રતિબંધ થતા લોકો ઓનલાઇન તરફ વળ્યાં
અમદાવાદ સહિત રાજ્યના ઘણા વિસ્તારમાં ઉત્તરાયણની સાંજે ચાઈનીઝ તુક્કલ આકાશમાં ઉડાવવાનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. જો કે આ તુક્કલને કારણે આગ લાગવાના તેમજ લોકો અને પશુ પક્ષીઓ ઘાયલ થતા હોવાના પણ બનાવો બનતા હોય છે. જેને ધ્યાનમાં લેતા સરકારે તેના પર પ્રતિબંધ મૂક્યો છે. પ્રતિબંધને કારણે ચાઈનીઝ તુક્કલને ઉડાવવાનું પ્રમાણ પણ ઘટી ગયું છે. પરંતુ કેટલાક લોકો આજે પણ ઓનલાઈન મારફતે તુક્કલ તેમજ દોરી મગાવતા હોવાનું ધ્યાને આવી રહ્યું છે.
સાયબર ક્રાઈમની સૂચના બાદ પણ ઓનલાઈન વેચાણ ચાલુ
ચાઈનીઝ દોરી તથા તુક્કલના વપરાશ અને વેચાણના પ્રતિબંધ અંગે પોલીસે જાહેરનામું પણ બહાર પાડ્યું છે. થોડા સમય પહેલા જ સાયબર ક્રાઈમ સેલની તપાસમાં કેટલીક ઈ-કોમર્સ વેબસાઈટ તેનું ઓનલાઈન વેચાણ કરતી હોવાનું ધ્યાનમાં આવતા તમામ વેબસાઈટને જાહેરનામાંની નકલ મોકલીને તાકિદ કરવામાં આવી છે. જાહેરનામાનો ભંગ કરનાર વેબસાઈટના સંચાલક વિરૃધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેવી સૂચના પણ અપાઇ છે. છતા પણ કેટલીક એવી વેબસાઈટ છે જેમાં ચાઈનીઝ વસ્તુઓનું વેચાણ થઇ રહ્યું હોય તેવું દેખાઈ રહ્યું છે.
100થી લઇ 1000ના જથ્થામાં ખરીદાય છે તુક્કલો
સરકાર અને પોલીસે બજારના વેપારીઓ પર તો લગામ લગાવી દીધી છે પરંતુ ઇ-કોર્મસ વેબસાઇટ આજે પણ બેલગામ છે. પતંગ રસિયાઓ એમેઝોન અને ફ્લીપકાર્ટ પર આસાનીથી ચાઇનીઝ તુક્કલ મંગાવી રહ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, એમેઝોન પર 400 રૂપિયાની 15 તુક્કલ, 590 રૂપિયાની 25 તુક્કલ, 650 રૂપિયાની 25 તુક્કલના ભાવે વેચાઇ રહી છે. ત્યારે ફ્લીપકાર્ટમાં 100થી લઇને 1000 રૂપિયાની તુક્કલો મળી રહી છે.
પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.