અમદાવાદ / ધ ગ્રાન્ડ ભગવતી કાફે એન્ડ બેકરીની વસ્ત્રાપુર બ્રાન્ચમાં કોફીમાં મરેલા વંદાના કટકા નીકળ્યાં

  • બેકરીના સ્ટાફ તેમજ મેનેજરે પોતે ભૂલ થઈ ગઈ હોવાનુ કહી બચાવ કર્યો

Divyabhaskar.com

Aug 14, 2019, 08:35 AM IST

અમદાવાદ: ધ ગ્રાન્ડ ભગવતી કાફે એન્ડ બેકરીની વસ્ત્રાપુર બ્રાન્ચમાં કોફીમાં મરેલા વંદાના કટકા નીકળ્યા હોવાની ઘટના બની છે. આજે મોડી સાંજે જ્યારે દંપતી આ કાફે અને બેકરીમાં કોફી પીવા અને ત્યારે આ ઘટના બની હતી. બેકરીના સ્ટાફ તેમજ મેનેજરે પોતે ભૂલ થઈ ગઈ હોવાનુ કહી બચાવ કર્યો હતો.
કેક પર મરેલા મચ્છર પણ જોવા મળ્યા-ગાયત્રી જોશી
ગાયત્રી જોશીએ divyabhaskar સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે આજે અમે વસ્ત્રાપુર ધ ગ્રાન્ડ ભગવતીમાં કેપેચીનો કોફી પીવા ગયા હતા. અડધી કોફી પીધા બાદ કોફીમાંથી મરેલા વંદાના અવશેષો નીકળ્યા હતા. આ બાબતે સ્ટાફને જાણ કરતા તેઓએ પોતે ભૂલ થઈ ગઇ એવું કહી દીધું હતું. અન્ય વસ્તુઓની તપાસ કરતા કેક પર મરેલા મચ્છર પણ જોવા મળ્યા હતા. આ બાબતે મેનેજરને બોલાવી આવી બેદરકારી અંગે કહેતા તેને આ બાબતે તપાસ કરીશું તેમ કહી દીધું હતું. આ બાબતે અમે ગ્રાહક સુરક્ષામાં પણ ફરિયાદ કરીશું.

X
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી