અમદાવાદ / પત્ની સાથે અફેર કરનાર યુવકની પતિએ 3 સાગરીતો સાથે મળી બોપલની સ્ટર્લિંગ સિટી રોડ પર હત્યા કરી

મૃતક મયંકગિરિની ફાઇલ તસવીર
મૃતક મયંકગિરિની ફાઇલ તસવીર

  • મૃતક યુવાનનું વાહન લાશથી એક કિલોમીટર દૂરથી મળી આવ્યું
  • મયંકગિરિને રાત્રે સ્ટર્લિંગ સિટીના રોડ પર દોડતો એક સિક્યોરિટી ગાર્ડે જોયો હતો
  • બોપલ પોલીસે ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી

Divyabhaskar.com

Jan 16, 2020, 03:58 AM IST

અમદાવાદ: પત્ની સાથે અફેરની જાણ થતા પતિએ તેના 3 સગરિતો સાથે મળી યુવકની હત્યા કરી નાખી હતી. મોડી રાત્રે યુવકને ફોન કરી બોલાવી હાથ-પગ અને માથામાં લાકડીઓ વડે મારમારી બોપલના પોશ વિસ્તાર એવા સ્ટર્લિંગ સિટીના ગેટ પાસે યુવકને કારમાંથી ફેંકી દીધો હતો. સવારે યુવકની લાશ મળતા હત્યાની જાણ થઇ હતી. મૃતક યુવકના પિતાએ 4 લોકો સામે હત્યાની ફરિયાદ નોંધાવી છે.
ઉત્તરાયણની રાત્રે મયંકગીરીને ફોન કરી સ્ટર્લિંગ સિટીથી દોઢ કિલોમીટર દૂર બોલાવ્યો
બનાવની વિગતો પ્રમાણે બોપલના સ્ટલિંગ સિટીમાં રહેતા મયંકગીરી નામના યુવકના વોટ્સએપ મેસેજ સરસપુરમાં રહેતા અલ્પેશ પટેલ નામના યુવકે તેની પત્નીના ફોનમાં જોયા હતા. જેથી અલ્પેશે ઉત્તરાયણની રાત્રે મયંકગીરીને ફોન કરી સ્ટર્લિંગ સિટીથી દોઢ કિલોમીટર દૂર બોલાવ્યો હતો. જ્યાં અલ્પેશ પટેલે તેના 3 સાગરિતો સાથે મળીને મયંકગીરીને હાથ-પગ અને માથાના ભાગે લાકડીઓથી માર માર્યો હતો. ત્યારબાદ અલ્પેશ તેને કારમાં બેસાડી સ્ટર્લિંગ સિટીના ગેટ પાસે રાત્રે ફેંકી દીધો હતો. બુધવારે સવારે મયંકગીરીની લાશ મળતા હત્યા થઇ હોવાની જાણ થઇ હતી. આ મામલે મૃતક યુવક મયંકગીરીના પિતાએ અલ્પેશ પટેલ સહિત ચાર સાગરિતો સામે હત્યાની ફરિયાદ નોંધાવી છે.
દારૂ પીધેલો હોવાનું માની ગાર્ડે ચેક ન કર્યો
મંગળવારે રાત્રે મયંકગીરી ઈજાગ્રસ્ત હાલતમાં દોડતો દોડતો સ્ટર્લિંગ સિટી તરફ આવ્યો હતો અને પછી રસ્તા પર પટકાયો હતો પણ તે દારૂ પીધેલો હોવાનું માનીને સિક્યુરિટીએ તેને ચેક કર્યો ન હતો પણ સવારે તેની લાશ દેખાતા પોલીસને જાણ કરી હતી. મૃતક મયંકગિરી બોપલની સ્થાનિક હોસ્પિટલમાં નોકરી કરતો હોવાનું જાણવા મળ્યું છે.

X
મૃતક મયંકગિરિની ફાઇલ તસવીરમૃતક મયંકગિરિની ફાઇલ તસવીર

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી