તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વરસાદને લીધે પહેલીવાર ગરબાના દિવસો ઘટ્યા, ક્યાંક પહેલા 2 દિવસના ગરબા રદ, ક્યાંક આજે નક્કી થશે

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વાદળીયો રંગ તને લાગ્યો રે ગરબા.... - પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
વાદળીયો રંગ તને લાગ્યો રે ગરબા.... - પ્રતિકાત્મક તસવીર
 • ગુજરાતના 9 તાલુકામાં સિઝનનો 200 ટકાથી વધુ વરસાદ, છોટાઉદેપુરમાં સૌથી વધુ 261%, 12 તાલુકામાં 100 ઇંચથી વધુ

અમદાવાદઃ ભાદરવો ભરપૂર પુરવાર થયો છે. ચાલુ વર્ષે ગુજરાતના 9 તાલુકામાં સિઝનનો 200 ટકાથી વધુ વરસાદ, છોટાઉદેપુરમાં સૌથી વધુ 261%, 12 તાલુકામાં 100 ઇંચથી વધુ નોંધાયો છે. વરસાદી માહોલને લઈને શહેરની ક્લબોમાં નવરાત્રિના આયોજન પર અસર પડી છે. મોટાભાગની ક્લબોમાં પહેલા બે દિવસના ગરબા કેન્સલ કરવામાં આવ્યા છે. જ્યારે અન્ય આયોજકોએ શરદપૂનમના ગરબાનું આયોજન કર્યું છે. જે ક્લબોમાં પહેલા બે દિવસ ગરબા બંધ રખાયા છે તેમાં કર્ણાવતી ક્લબ, રાજપથ ક્લબ, વાયએમસીએ કલબ બેબીલોન, ક્લબ ઓ-7, બીએનઆઈ, ગ્રીન અંદાજ પાર્ટીપ્લોટનો સમાવેશ થાય છે. જ્યારે સ્પોર્ટસ કલબમાં શરદપૂર્ણિમાએ ગરબા યોજાશે. નારાયણી હાઇટ્સ અને આર વર્લ્ડમાં 1થી 8 ઓકટોબર સુધી ગરબા યોજાશે. જ્યારે ક્લબ ઓ- 7માં છેલ્લા ત્રણ દિવસ ગરબા યોજાશે. ક્લબના આયોજકોએ રિફંડ આપવાની જાહેરાત કરી છે. અમુક કલબો હવામાન જોયા બાદ આગામી કાર્યક્રમ જાહેર કરશે.

અમદાવાદમાં... કર્ણાવતી અને રાજપથ ક્લબે પ્રથમ બે દિવસના ગરબા રદ કર્યા

 • કર્ણાવતી ક્લબ : પહેલા બે દિવસ કેન્સલ થયા
 • રાજપથ ક્લબ: પહેલા બે દિવસ કેન્સલ થયા
 • YMCA કલબ: પહેલા દિવસ કેન્સલ થશે
 • સ્પોર્ટસ કલબ: એક દિવસ મેમ્બર્સ માટે હતા રદ કર્યા
 • ક્લબ બેબીલોન: 1 અને 2 ઓક્ટોબર રદ કરી 12 અને 13 ઓક્ટોબરે રાખ્યા
 • ક્લબ ઓ7: છેલ્લા ત્રણ દિવસ અને શરદ પૂનમના ગરબા
 • બીએનઆઈ: પહેલા દિવસનાં ગરબા રદ, 8મીએ ગરબા
 • ગ્રીન અંદાઝ પાર્ટી પ્લોટ: પહેલા દિવસનાં ગરબા રદ થયા
 • નારાયણી હાઈટ્સ-R વલર્ડ: 1થી 8 તારીખે ગરબા યોજાશે

વડોદરામાં... અંબાલાલ પાર્કના ગરબા પ્રથમ દિવસે રદ, બાકીના અસમંજસમાં
છેલ્લા આઠેક દિવસથી વરસતા વરસાદના પગલે શહેરના ગરબા મેદાનોમાં પાણી ભરાવા ઉપરાંત કાદવ-કીચડ થઈ ગયો છે. કારેલીબાગ અંબાલાલ પાર્ક સ્થિત યોજાનાર ગરબા પહેલા નોરતે
રમાશે નહીં.  આ ઉપરાંત શહેરના અન્ય 15 મોટા ગરબા આયોજકો અસમંજસમાં છે. 

રાજકોટમાં... વેલકમ નવરાત્રિને વરસાદની બ્રેક, આયોજન યથાવત્
રાજકોટ શહેરમાં 28 સ્થળોએ અર્વાચીન રાસોત્સવનુ આયોજન કરવામાં આવ્યુ છે. આયોજકોએ મેદાનમાં પાણી  નિકાલ માટે વિશેષ વ્યવસ્થા કરી રાસોત્સવ ચાલુ રાખવાની જાહેરાત કરી છે. 

સુરતમાં... કોઇ નવરાત્રિનું આયોજન કેન્સલ નહીં
વરસાદની આગાહી હોવા છતાં સુરતી ખેલૈયાઓ અને આયોજકોએ નવરાત્રિ મહોત્સવની ઉજવણી કરવાનું મન બનાવી લીધું છે. શનિવાર સવારથી જ વરસાદ બંધ સુરતના તમામ ગરબા
આયોજકો રાબેતા મુજબ જ આયોજન કરશે. 

અન્ય સમાચારો પણ છે...