તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પત્ની અને સાસરિયાના ત્રાસથી કંટાળી યુવકે આપઘાત કર્યો, સ્યુસાઇડ પહેલા વીડિયો રેકોર્ડિંગ અને સ્યુસાઇટ નોટ લખી

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • દાણીલીમડા પોલીસે યુવકની પત્ની તેમજ સાસરિયા સામે દુષ્પ્રેરણાનો ગુનો નોંધ્યો
  • પત્નીએ મૃતક યુવક વિરુદ્ધ અલગ અલગ પોલીસસ્ટેશનમાં ખોટી ફરિયાદ નોંધાવી હતી

અમદાવાદ: દાણીલીમડા વિસ્તારમાં પત્ની તેમજ સાસરિયાના ત્રાસથી કંટાળી આપઘાત કરી લેનાર યુવકના કેસમાં પોલીસે વધુ તપાસ શરૂ કરી દીધી હતી. પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે, યુવકે આપઘાત પહેલા વીડિયો રેકોર્ડિંગ તેમજ સ્યુસાઇડ નોટ લખી હતી. ફરિયાદ અનુસાર, તેની પત્નીએ યુવક વિરુદ્ધ બે અલગ પોલીસસ્ટેશનમાં ખોટી ફરિયાદ નોંધાવી હતી. જેનાથી યુવક માનસિક રીતે ભાગી પડ્યો હતો અને 18 નવેમ્બરે આપઘાત કરી લીધો હતો. દાણીલીમડા પોલીસે મૃતકની પત્ની, સાળી અને સાસુ સસરા સામે દુષ્પ્રેરણાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

દાણીલીમડાના મકવાણા પરિવારના પુત્ર સંદીપે તેની સાથે કામ કરતી રશ્મિ સાથે વર્ષ 2019માં પ્રેમલગ્ન કર્યા હતા. સંદીપે અને રશ્મિ બંન્ને સાબરમતી પાસે રહેતા હતા. એક દિવસ અચાનક યુવતીના પરિવારજનો તેને આવીને લઇ ગયા હતા અને ગાંધીનગરમાં ફરિયાદ નોંધાવી હતી. જે કેસમાં સમાધાન કરી છુટાછેડા કરાવી નાખ્યા હતા. બાદમાં 15મી ઓગષ્ટથી સંદીપ ક્યાંક જતો રહ્યો હતો. બાદમાં રશ્મિએ ઇડરમાં પણ એક ફરિયાદ નોંધાવી હતી. બાદમાં બંને સાથે રહેતા હતા તેવામાં રશ્મિ તા.1નવેમ્બરના રોજ ક્યાંક જતી રહી હતી. જેથી સંદીપે તેના પરિવારને કહ્યું કે રોનક ઉર્ફે રશ્મિના પરિવારજનો ખોટા કેસ કરવાની ધમકીઓ આપી પૈસાની માંગણીઓ કરે છે. 

તા.18મી નવેમ્બરના રોજ સંદીપ રીક્ષામાં આવ્યો ત્યારે અર્ધ બેભાન હાલતમાં હતો તેને તાત્કાલિક હોસ્પિટલ ખસેડ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન 19મીના રોજ તેનું મોત થયું હતું. બાદમાં અંતિમ વિધી કરવામાં આવી અને સંદીપના મોબાઇલ ફોનમાં જોતા તેણે વિડીયો રેકોર્ડિંગ અને સ્યુસાઇડ નોટમાં તેના પત્ની, સાળી તથા સાસુ સસરાના ત્રાસથી કંટાળીને તે આપઘાત કરતો હોવાનો ઉલ્લેખ કર્યો હતો. આ અંગે દાણીલીમડા પોલીસને જાણ કરતા પોલીસે પુરાવાના આધારે આઇપીસી 306 અને 114 મુજબ ગુનો નોંધી આરોપીઓની ધરપકડ કરવા તજવિજ હાથ ધરી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

વધુ વાંચો