અમદાવાદ / બે વાર છૂટાછેડા લેનાર પત્નીના ભરણપોષણની અરજી કોર્ટે ફગાવી  

Court rejects petition of twice-divorced wife

Divyabhaskar.com

Nov 17, 2019, 11:19 PM IST
અમદાવાદ: શહેરના પૂર્વ વિસ્તારમાં રહેતા એક દંપતીના 2005માં લગ્ન થયાં હતાં. લગ્નજીવન દરમિયાન એક પુત્રનો જન્મ થયો હતો. લગ્નનાં 6 વર્ષ બાદ 2011 દંપતીએ સામાજિક રીતે રૂ.100ના સ્ટેમ્પ પેપર પર છૂટાછેડા થયા હતાં. છૂટાછેડાનાં 3 વર્ષ બાદ દંપતીએ પુત્રના ભવિષ્યને ધ્યાનમાં રાખીને ફરી વખત લગ્ન કર્યાં હતાં. લગ્નનાં થોડા વર્ષો બાદ ફરી ઝઘડો થતાં દંપતીએ ફરી 2018માં છૂટાછેડા લીધાં હતાં. આમ પરિણીતાએ કરેલી ભરણપોષણની વચગાળાની અરજી ફેમિલી કોર્ટે ફગાવી દીધી છે. જોકે અભ્યાસ કરતા 12 વર્ષીય પુત્રના ભરણપોષણની અરજી કોર્ટે ગ્રાહ્ય રાખી દર મહિને રૂ.4 હજાર આપવાનો આદેશ કર્યો છે.
X
Court rejects petition of twice-divorced wife

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી