તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિદેશથી આવેલો યુવક હોમ ક્વોરોન્ટાઇનમમાંથી બહાર નીકળતા પોલીસ ફરિયાદ, ગુજરાતમાં સૌ પ્રથમ કેસ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર

અમદાવાદ: કોરોના વાઇરસના પગલે વિદેશથી આવતા વ્યક્તિને 14 દિવસ હોમ ક્વોરોન્ટાઇનમાં રાખવાની સૂચના હોવા છતાં 14 માર્ચે સિંગાપોરથી પરત ફરેલા ઓઢવનો એક રહેવાસી ઘરની બહાર નીકળતા તેની સામે ઓઢવ પોલીસ સ્ટેશનમાં સરકારના જાહેરનામના ભંગ બદલ ગુનો નોંધવામાં આવ્યો છે. રાજ્યમાં આ પ્રથમ ગુનો અમદાવાદમાં નોંધાયો છે. IPCની કલમ 270, 188 અને ધી એપેડેમીક ડીસીઝ એક્ટ 1897 કલમ 3 મુજબ તેની સામે ગુનો નોંધવામાં આવ્યો છે.
એક વ્યક્તિના મરણપ્રસંગમાં ગયા હતા
AMCના પૂર્વ ઝોનના ડેપ્યૂટી હેલ્થ અધિકારી ડોક્ટર અશ્વિન ખરાડીએ આ મામલે ફરિયાદ નોંધાવી હતી.
ઓઢવના આ રહેવાસી આજે બપોરે 12 વાગ્યે એક વ્યક્તિના મરણપ્રસંગમાં ગયા હતા. AMCના ડોક્ટર જ્યારે ઘરે તપાસ માટે ગયા ત્યારે ઘરે હાજર મળી ન આવતા કાર્યવાહી કરવામાં આવી હતી. હાલમાં તેઓને નવરંગપુરા સ્પોર્ટ્સ કલબમાં ક્વોરોન્ટાઇન માટે રાખવામા આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...