કોરોના વાઈરસ / વિદેશમાં વસતા ગુજરાતીઓએ કહ્યું- એક ડૉલરના સેનેટાઇઝર 10 ડૉલરમાં વેચાય છે, મોટેલ્સ બંધ થતાં ઘરે બેસવાનો વારો

પેરીસથી જીત પટેલ અને પોલેન્ડથી ઉદય ગુંદરણીયા.
પેરીસથી જીત પટેલ અને પોલેન્ડથી ઉદય ગુંદરણીયા.

  • અમેરિકા, યુકે, ફ્રાન્સ, પોલેન્ડ, યુએઇ, કેનેડામાં વસતાં ગુજરાતીઓ આપી રહ્યાં છે કોરોના વિશે નજરે જોયેલી, જાણેલી સ્થિતિનો ચિતાર 
  • એનઆરઆઇના બિઝનેસને વ્યાપક નુકસાન, રસ્તા સૂમસામ થઈ ગયા, ફ્લૂના લક્ષણ હોય તો પણ અફરાતફરી મચી જાય છે 
  • ગુજરાતી સ્ટુન્ટ્સની હાલત કફોડી જૉબ બંધ થતાં ખર્ચ કાઢવો મુશ્કેલ
  • ખાદ્ય પદાર્થોના સંગ્રહની ટેવ ધરાવતા પરિવારોને રાહત 
  • વિદેશનાં તમામ મંદિરો દર્શન માટે બંધ 

દિવ્ય ભાસ્કર

Mar 19, 2020, 05:15 AM IST
અમદાવાદ: મહામારી કોરોનાને લીધે સમગ્ર વિશ્વમાં ભયનો માહોલ સર્જાયો છે. જેના પગલે અમેરિકા, કેનેડા, ઇંગ્લેન્ડ, ફ્રાંસ, જર્મની તથા યુરોપીયન દેશોમાં અફરાતફરી મચી છે. વિદેશોમાં વસતા ભારતીયોના ધંધા-રોજગાર ઠપ્પ થઇ ગયા છે. જેના કારણે એનઆરઆઇ બેકાર બની જતા કફોડી હાલતમાં મૂકાઇ ગયા છે. ગ્રોસરી સ્ટોસ, મોલ્સમાં ખાદ્યચીજોના ભાવ પાંચ ગણા થઇ ગયા છે. તો અમુક સ્ટોર્સમાં સ્ટોક ખલાસના પાટીયા ઝૂલી રહ્યા છે. દિવ્ય ભાસ્કર માટે વિવિધ દેશોમાં વસતાં ગુજરાતી પરિવારો, વિદ્યાર્થીઓે વર્તમાન સ્થિતિનો ચિતાર રજૂ કર્યો છે.
પેરિસમાં ગુજરાતીઓની ટૂર્સ રદ
પેરિસ પર્યટન પર ચાલતુ શહેર છે. અંદાજે 300 હોટલો અહી આવેલી છે. કોરોનાને લીધે પ્રવાસીઓની ટ્રીપ રદ થતા એનઆરઆઇઓ નવરાધૂપ થઇ ગયા છે. હોટલો પર સીલ મારી દેતા ગુજરાતથી અંદાજિત 22 ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ કંપનીનો કોન્ટ્રાકટ લેનાર પારસભાઈ પટેલે કહ્યું હતું કે, અંદાજે 750 પ્રવાસીઓની ટુર હતી. જે રદ થતાં આ સીઝન બગડી છે. ટુરીઝમ સાથે સંકળાયેલા એનઆરઆઇને મોટાપાયે નુકશાન ગયું છે.- જીત પટેલ, પેરીસ, મૂળ બોરસદ તાલુકાના પામોલના વતની
છેલ્લાં 4 અઠવાડિયાથી દુબઈ બંધ
બિઝનેસ મંદ પડી ગયો છે. છેલ્લા 4 અઠવાડિયાથી યુએઇમાં બધુ બંધ છે. ઘણી કંપનીઓ માસ્ક અને હેન્ડ સેનિટાઇઝર કર્મચારીઓને આપી સાવચેતીના પગલાં ભરવા સમયસર માહિતી આપ્યા કરે છે. કોરોનાના મોટા ભાગના કિસ્સા દુબઇના છે. અહીંની સરકાર દ્વારા તમામ કોન્ફરન્સ, કોન્સર્ટ અને ઈવેન્ટ્સ જ્યાં બધા લોકો ભેગા થયા છે તે મોકૂફ તેમજ રદ પણ કરી દેવામાં આવ્યા છે.- હેમીના ગોલસો, દુબઇ, મૂળ અંકલેશ્વરના
પોલેન્ડની સરહદો બંધ, ધંધા ઠપ્પ
એક વ્યક્તિના મોત બાદ સરકાર એલર્ટ છે. પોલેન્ડની બોર્ડર બંધ કરી દેવાઈ છે.જેથી લોકોની અવરજર ઘટી શકે. આ વાઇરસથી સ્થાનિક ધંધા રોજગાર ઠપ થઈ ગયા છે. રસ્તાઓ સૂમસામ ભાસી રહ્યા છે. ગુજરાતીઓની સંખ્યા પણ નોંધપાત્ર છે. તેમના વ્યવસાયને અસર પહોંચી છે. અહીં વાઇરસને લઈ લોકોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.- ઉદય ગુંદરણીયા, પોલેન્ડ
કેનેડાના ઑન્ટારીયોમાં વધુ અસર
વાઇરસના રોકવા હોળીની ઉજવણી રદ કરી હતી. 9 માર્ચ સુધી કેનેડામાં 69 કેસની પુષ્ટિ કરવામાં આવી છે. સૌથી વધુ અસરગ્રસ્ત પ્રાંત ઑન્ટારીયો છે. અહીં ગુજરાતીઓની પણ માતબર સંખ્યા છે. કેનેડાની પબ્લિક હેલ્થ એજન્સી તેના પર નજર રાખી રહી છે. સ્થાનિક આરોગ્ય અધિકારીઓ દ્વારા પગલાં ભરવામાં આવ્યા છે. અહીં વસતા ગુજરાતી સમુદાય પણ વિશેષ તકેદારી રાખી રહ્યું છે. કોરોના અસરગ્રસ્ત દેશોની મુલાકાત લીધેલા મોટાભાગના લોકો એકલા જ રહે છે.- અર્જુન રાજ, ટોરેન્ટો કેનેડા, મૂળ ભરૂચના વતની
ફ્લોરિડામાં સમૂહ મિલનની મનાઈ
અહીંની સરકાર દર દોઢ કલાકે કોરોના અંગે શું કરવું તે અંગે સૂચનો કરતી રહે છે અને લોકો તેનું પાલન પણ અહીં કરે છે. ‘ફલુ’ જેવા લક્ષણો હોય તેમને તુરંત હોસ્પિટલ જઈ કોરોનાનું ચેકઅપ કરાવે છે. ન્યૂયોર્ક, સિએટલ, વોશિંગ્ટનમાં સ્કૂલો બંધ કરાવી છે અને ઓનલાઈન કોલેજ ચાલે છે. સમૂહમાં ભેગા થવા ‘ના’ પડાઈ રહી છે. અમારા ફલોરીડામાં માત્ર 18 કેસ અને મૃત્યુ નથી.- પ્રીતિ દેસાઈ, ફલોરીડા, અમેરિકા , મૂળ અંત્રોલીના વતની
લંડનમાં દેવદર્શન પર પાબંદી
લોકોને ઘરની બહાર નહીં નીકળવા કહેવાયું છે. સાથે જ લોકોને જીવન જરૂરી વસ્તુઓનો સંગ્રહ કરવાની પણ સલાહ અપાઈ છે. ભક્તિવેદાંતા મંદિરમાં આગામી નોટિસ જ્યાં સુધી આપવામાં ન આવે ત્યાં સુધી મંદિરમાં લોકોને દર્શન પર પ્રતિબંધ મુકાયો છે. હાલમાં મંદિરમાં જ્યાં સુધી સંપુર્ણ રીતે શુદ્ધ કરવામાં ન આવે ત્યાં સુધી સામાન્ય લોકો માટે મંદિરમાં પ્રવેશ પર પ્રતિબંધ લદાયો છે.- હેતલબેન નાયક, લંડન
લેસ્ટરમાં માસ્કની આડેધડ ખરીદી
માસ્ક અને હેન્ડ સેનિટાઇઝરની લોકો આડેધડ ખરીદી કરતા તેની અછત શરૂ થઇ છે. સ્ટોરોમાં તેનો જ બધો જ સ્ટોક વેચાઇ ગયો છે. તેની કિંમત બમણી કરી દીધી છે. લોકો બહુ જ ગભરાઇ ગયા છે.- નિકિતા ડાહ્યા, લેસ્ટર, લંડન, મૂળ અંકલેશ્વરના
ટેનીસીમાં સેનિટાઇઝર મળતા નથી
અમારા શહેરમાં પણ હેલ્થ સેનીટાઇઝરની ડિમાન્ડ વધુ છે. એક ડોલરમાં મળતા હતા તેના ભાવ હાલ 10 ડોલર થયા પણ ચાઇનાથી એક્સપોર્ટ બંધ હોઇ હેલ્થ સેનિટાઈઝરનો સ્ટોક નથી. એમેઝોને પણ સેનેટાઇઝરના ભાવ વધારી દીધા છે.- ઉદય બ્રહ્મભટ્ટ, ટેનીસી યુએસ, મહેસાણા નગરપાલિકાના પૂર્વ કોર્પોરેટર
લંડનમાં વિદ્યાર્થીઓની સ્થિતિ ખરાબ
પોલીસ લાઉડ સ્પીકર દ્વારા અનાઉન્સમેન્ટ કરી રહી છે. સ્ટુડન્ટ વિઝા પર આવેલા વિદ્યાર્થીઓ ફસાઇ ગયા છે. નોકરી બંધ હોવાથી ખર્ચો કાઢવાના પ્રશ્નો છે. હોટલો, રેસ્ટોરેન્ટ વગેરે બંધ થતા ચરોતરવાસીઓની હાલત પણ કફોડી છે. બચતની ટેવ મુજબ ખાદ્યચીજોના સંગ્રહની ટેવવાળા હાલ ફાવી ગયા છે.- ભૂમિ પટેલ, લંડન, મૂળ આંકલાવ તાલુકાના કંથારીયાના વતની
X
પેરીસથી જીત પટેલ અને પોલેન્ડથી ઉદય ગુંદરણીયા.પેરીસથી જીત પટેલ અને પોલેન્ડથી ઉદય ગુંદરણીયા.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી