તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

AMCની કામગીરી પર પણ રોક, ઓનલાઈન ફરિયાદ કરી શકાશે, AMTS-BRTS 10 ટકા બસો ઘટાડી

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
આજે મળેલી સ્ટેન્ડીગ કમિટીમાં પણ માત્ર ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર કક્ષાના અધિકારીઓ જ હાજર રહ્યાં - Divya Bhaskar
આજે મળેલી સ્ટેન્ડીગ કમિટીમાં પણ માત્ર ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર કક્ષાના અધિકારીઓ જ હાજર રહ્યાં

અમદાવાદ: કોરોના વાઇરસને લઈ WHO(વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન)એ કોરોનાને પેનડેમિક જાહેર કર્યો છે. જ્યારે ગુજરાતમાં પણ ધ ગુજરાત એપેડેમિક એક્ટ 2020 લાગુ કરવામાં આવ્યો છે. જેને પગલે હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પણ કામગીરી પર રોક લગાવવામાં આવી છે. તેમજ કોઈને ફરિયાદ હોય તો કોર્પોરેશને જવાને બદલે ઓનલાઈન ફરિયાદ કરવા માટે કહેવામાં આવ્યું છે. તેની સાથે સાથે AMTS-BRTS 10 ટકા બસો પણ ઘટાડવામાં આવી છે.

લીગલ ચર્ચાની જરૂર હોય તો જ કમિટીઓની બેઠક યોજાશે
કોર્પોરેશનની મોટા ભાગની બેઠકો, કમિટીઓ જરૂર ના હોય તો રદ કરવામાં આવશે. માત્ર લીગલ ચર્ચાની જરૂર હોય તો જ કમિટીઓની બેઠક યોજાશે. આજે મળેલી સ્ટેન્ડીગ કમિટીમાં પણ માત્ર ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર કક્ષાના અધિકારીઓ જ હાજર રહ્યા હતા. અન્ય અધિકારીઓને હાજર રખાયા ન હતા. નવા માર્ગદર્શનો આવવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. 

મુસાફરો ઘટ્યાં હોવાથી મોટું નુકસાન
તેમજ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અમુલ ભટ્ટે લોકોને વિનંતિ કરી છે કે લોકો પોતાની ફરિયાદો કરવા માટે કોર્પોરેશનમાં આવવાનું ટાળે અને ઓનલાઇન ફરિયાદો કરે. કોરોના વાઇરસને લઈ લોકો પણ AMTS અને BRTS બસમાં ઓછી મુસાફરી કરી રહ્યાં હોવાથી મોટું નુકસાન થઈ રહ્યું છે. કોર્પોરેશન દ્વારા AMTS અને BRTSની બસોમાં ઘટાડો કર્યો છે. 10 ટકા જેટલી બસો ઘટાડી દેવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...