તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Corona: 5 Big Temples Including Ambaji somnath Closed And Many Exam Postponed In Gujarat

અંબાજી-સોમનાથ સહિત 5 મોટા મંદિરો બંધ, પરીક્ષાઓ મોકૂફ, મહારાષ્ટ્ર જતી એસ.ટી.બસ પણ બંધ કરાઈ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • અંબાજી, દ્વારકા, સોમનાથ, ડાકોર અને પાવાગઢના મંદિરો બંધ
  • અમદાવાદનું ગણેશપુરા કોઠ ગણપતિ મંદિર પણ શનિવારથી 31 માર્ચ સુધી બંધ
  • વિવિધ સંવર્ગમાં ભરતી ભરતી પરીક્ષા અને ગુજકેટની પરીક્ષા 14 એપ્રિલ પછી લેવાશે

અમદાવાદઃ સમગ્ર વિશ્વ હાલ કોરોનાની ઝપટમાં આવી ગયું છે, ત્યારે ગુજરાતમાં પણ પ્રવર્તમાન પરિસ્થિતિને લઈ મોટા મંદિરો બંધ રાખવાનો નિર્ણય કર્યો છે.રાજ્ય સરકારે અંબાજી-ડાકોર-સોમનાથ-દ્વારકા અને પાવગઢના મંદિરો 20 માર્ચથી દર્શાનાર્થીઓ માટે સંપૂર્ણ બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રી રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની અધ્યક્ષતામાં મળેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં વિશ્વભરમાં ફેલાયેલા કોરોના વાઈરસની વર્તમાન પરિસ્થિતિમાં ગુજરાતમાં સાવચેતી અને તકેદારીના આગોતરા પગલાં સાથે રાજ્યના પાંચ મુખ્ય યાત્રાધામો આવતીકાલ 20 માર્ચ-2020થી દર્શનાર્થીઓ માટે સંપૂર્ણ બંધ કરવાનો નિર્ણય કર્યો છે. જ્યારે મહારાષ્ટ્ર જતી એસ.ટી.બસ સેવા પણ બંધ કરવામાં આવી છે.

મંદિરોમાં સેવા-પૂજા ચાલુ રહેશે
આ યાત્રાધામોમાં અંબાજી, દ્વારકા, સોમનાથ, ડાકોર અને પાવાગઢના મંદિરોમાં માત્ર નિયમિત થતી સેવા-પૂજા માટે ચાલુ રાખવામાં આવશે. પરંતુ દર્શનાર્થીઓ માટે આ મંદિરોમાં દર્શન સંપૂર્ણ બંધ રહેશે. 

ભરતી પરીક્ષાઓ અને ગુજકેટની પરીક્ષાઓ મોકૂફ
આ ઉચ્ચસ્તરીય બેઠકમાં લેવાયેલા અન્ય મહત્વના નિર્ણયો અનુસાર રાજ્ય સરકારની સેવાઓમાં વિવિધ સંવર્ગમાં ભરતી માટેની 31 માર્ચના રોજ લેવાનારી તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ મોકૂફ રાખવામાં આવી છે. આ પરીક્ષાઓ આગામી 14 એપ્રિલ-2020 પછી લેવામાં આવશે. જ્યારે ગુજકેટની 30 માર્ચે લેવાનારી પરીક્ષાઓ પણ મોકૂફ રાખવામાં આવી છે અને તે પરિક્ષા 14 એપ્રિલ-2020 પછી લેવામાં આવશે. 

અન્ય રાજ્યોમાંથી આવતી ખાનગી બસોનું 16 ચેકપોસ્ટ પર સ્ક્રિનિંગ કરાશે
ગુજરાતમાં કોરોના વાઈરસનો ફેલાવો કે વ્યાપ અન્ય રાજ્યોમાંથી આવતા વ્યક્તિ-મુસાફરો મારફત ન ફેલાય તેની કાળજી રાખીને રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમની મહારાષ્ટ્ર તરફ જતી બસ સેવાઓ બંધ કરવામાં આવી છે. અન્ય રાજ્યોમાંથી આવતી ખાનગી પેસેન્જર ટ્રાન્સપોર્ટ બસ સેવાઓના પેસેન્જરોનું રાજ્યની 16 ચેકપોસ્ટ પર સ્ક્રિનિંગ કરવામાં આવશે.
મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું કે ગુજરાતમાં આગોતરા આરોગ્ય તકેદારીના પગલાંઓને પરિણામે કોરોના વાયઈસને ફેલાતો અટકાવવામાં સફળતા મળી છે પરંતુ હજી જનસહયોગથી વધુ ચોકસાઇ રાખીને ગુજરાતમાં કોરોના વાઈરસનો પગપેસારો ન થાય તેની પુરતી કાળજી રાજ્ય સરકાર અને આરોગ્ય વિભાગ રાખી રહ્યા છે.  

અન્ય સમાચારો પણ છે...