તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Controversy Over Lrd Recruitment: Deputy Cm Meet Cm Rupani To Solve Circular Issue

બિન અનામત અને અનામત વર્ગનું આંદોલન, નિર્ણય લેવા અલ્પેશ ઠાકોરનું સરકારને 48 કલાકનું અલ્ટીમેટમ

7 મહિનો પહેલા
  • કૉપી લિંક
આંદોલન ચલાવી રહેલી અનામત વર્ગની મહિલા ઉમેદવારો

ગાંધીનગરઃ LRD ભરતીને કારણે અનામત પરિપત્ર મુદ્દે શરૂ થયેલા વિવાદ હજુ પણ શમવાનું નામ લેતો નથી.  બિન અનામત વર્ગની માંગણીઓ મામલે ગઈકાલે આગેવાનો અને સરકાર વચ્ચે બેઠક યોજાઈ હતી. આગેવાનોની સરકાર સાથે બે કલાકથી વધુ સમય સુધી બેઠક ચાલી હતી. તેમાં આજે ગૃહમંત્રી તથા નાયબ મુખ્યમંત્રી સાથે ચર્ચા કરવામાં આવી હતી. આ મામલે આજે પણ ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજા અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ વચ્ચે બેઠક યોજાઈ રહી છે. આ બેઠક બાદ તેઓ મુખ્યમંત્રીને મળવા માટે પહોંચ્યા હતા. ત્યાર બાદ મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી તથા ગૃહ રાજ્યમંત્રી વચ્ચે બે કલાક બેઠક ચાલી હતી. આ મામલે મુખ્યમંત્રી સાંજ સુધીમાં નિર્ણય લે એવી શક્યતા છે. 
આ મામલે ભાજપ નેતા અલ્પેશ ઠાકોરે સરકારને 48 કલાકનું અલ્ટીમેટ આપતા જણાવ્યું હતું કે, પરિપત્ર અંગે સરકાર ઝડપથી નિર્ણય લે. 1/8/2018નો ઠરાવ ગેરબંધારણીય છે. જો સરકાર 48 કલાકમાં નિર્ણય નહીં લે તો પદયાત્રા કરીશ. તેમજ અલ્પેશ ઠાકોર અને સાંસદ ભરતસિંહ ડાભી મુખ્યમંત્રીને મળવા પણ પહોંચ્યા છે.


આજે પણ બિન અનામત વર્ગની મહિલા ઉમેદવારો અને અનામત વર્ગની મહિલાઓનું આંદોલન ચાલી રહ્યું છે. તેમાં પણ અનામત વર્ગની મહિલા ઉમેદવારો 67 દિવસથી સત્યાગ્રહ છાવણી ખાતે આંદોલન ચલાવી રહી છે. 

1 ઓગસ્ટ 2018નો પરિપત્ર રદ ન કરવાની માંગ
ગુજરાત સરકારે મહિલા અનામત મુદ્દે 1 ઓગસ્ટ, 2018નો ઠરાવ સુધારવાની જાહેરાત કર્યા બાદ બિન અનામત વર્ગની 250થી વધુ મહિલાઓએ ગાંધીનગરમાં આંદોલન શરૂ કર્યું છે. ઠરાવમાં સુધારો કરવાના સરકારના નિર્ણયનો વિરોધ કરતી આ મહિલાઓએ બુધવારે ગાંધીનગરમાં જ ઠરાવ રદ્દ કરવાની માગણી સાથે 67 દિવસથી આંદોલન પર ઉતરેલી મહિલાઓની છાવણી સામે રસ્તા પર બેસી સરકારી નિર્ણયનો વિરોધ કર્યો હતો. તેમનાં સમર્થનમાં પાસ નેતા દિનેશ બાંભણિયા અને કરણીસેનાના પ્રમુખ રાજ શેખાવત સહિતનાં આગેવાનો જોડાયા હતા. 

વિવાદનું મૂળ શું છે
1 ઓગસ્ટ, 2018નાં જીઆર મુજબ અનામત કેટેગરીની મહિલા ઉમેદવારોને જનરલ મેરિટમાંથી બાદ કરવામાં આવી છે. જેની સામે લગભગ 65 દિવસથી અનામત વર્ગની 100થી પણ વધુ મહિલાઓ ગાંધીનગરની સત્યાગ્રહ છાવણી ખાતે ધરણાં કરી રહી છે. બીજી તરફ બિનઅનામત કેટેગરીની મહિલા ઉમેદવારો ગાંધીનગર ઉમટી પડી હતી અને જીઆર રદ ન કરવા આવેદન પત્ર આપ્યું હતું. પોલીસની ભરતીમાં મહિલાઓને સરકારે 33 ટકા અનામત આપી છે, જો કે 1લી ઓગસ્ટ 2018નાં રોજ થયેલા પરિપત્ર મુજબ મહિલા ઉમેદવારે જે કેટેગરીમાં ફોર્મ ભર્યું હોય તેમાં જ તેની પસંદગી શક્ય બને. એટલે કે કોઈ મહિલાએ OBC કેટેગરીમાં ફોર્મ ભર્યું હોય તો તેને જનરલ કેટેગરીમાં સ્થાન મળી શકે નહીં. આ જીઆરને કારણે સ્થિતિ એવી ઉભી થઈ કે કેટલીક અનામત કેટેગરીની મહિલા ઉમેદવારોને જનરલ કેટગેરી તેમજ EWS કેટેગરીની મહિલાઓ કરતાં વધુ માકર્સ આવ્યા છે, પરંતુ તેમને જનરલ કેટેગરીમાં સ્થાન ન મળતાં તેઓ નોકરીઓથી વંચિત રહી ગઈ છે. 

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય આર્થિક પક્ષ પહેલાંથી વધારે સક્ષમ અને સુદૃઢ સ્થિતિમાં રહેશે. થોડાં સમયથી ચાલી રહેલી ચિંતાઓથી રાહત મળશે. પરિવારના લોકોની દરેક નાની-મોટી જરૂરિયાતો પૂર્ણ કરવામાં તમને આનંદ મળશે. નેગેટિવ...

વધુ વાંચો