તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Controversy In Appointment Of Chambers Women Chairperson At Ahmedabad, Appoint Faniben Trivedi As Co Chairperson

ચેમ્બરની મહિલા પાંખના ચેરપર્સનનો હોદ્દો વિવાદમાં, કો-ચેરપર્સન તરીકે ફણીબહેન ત્રિવેદીની નિમણૂંક

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • મહિલા સભ્યોના વિરોધને કારણે રેખાબહેન અધ્વર્યુને ચેરપર્સનનો હોદ્દો સોંપાવામાં ન આવ્યો

અમદાવાદ: ચેમ્બરની બિઝનેસ વુમન વિંગની વાર્ષિક સાધરણ સભામાં નિયમ પ્રમાણે ગત વર્ષના કો-ચેરપર્સન જ ચેરપર્સનનો હોદો સંભાળે છે. પરંતુ ગત વર્ષના કો-ચેરપર્સન રેખાબહેન અધ્વર્યુ સામે વિરોધથી તેમને ચેરપર્સનનો હોદ્દો સોંપાયો ન હતો. કો-ચેરપર્સન તરીકે ફણીબહેન ત્રિવેદીની નિમણૂંક કરવામાં આવી હતી.

મહિલા સભ્યોના વિરોધને કારણે રેખાબહેન અધ્વર્યુને ચેરપર્સનનો હોદ્દો સોંપાવામાં ન આવ્યો
સોમવારે વુમન વિંગની વાર્ષિક સાધરણ સભા યોજાઇ હતી. જેમાં ગત વર્ષના કો-ચેરપર્સન રેખાબહેન અધ્વર્યુને ચેરપર્સન સામે કેટલાક મહિલા સભ્યોએ ભારે વિરોધ કરતા તેમને ચેરપર્સનના હોદો સોપાયો ન હોતો. ચેરપર્સનનો હોદો સંભાળતા પહેલા જ વિવાદમાં આવેલા રેખાબહેન ગત વર્ષે બહાર ગામ હતા ત્યારે તેમની સહી સાથેનું ચેમ્બરમાં ફોર્મ ભરાયું હતું. આ વિવાદ થયા બાદ તેનો ભારે વિરોધ થયો હતો. સોમવારે જ્યારે એજીએમમાં તેમને ચેરપર્સનો હોદો આપવામાં આવ્યો ત્યારે પણ કેટલીક મહિલા સભ્યઓએ તેમનો વિરોધ કરતા તેમને હોદા પરથી દૂર રાખવામાં આવ્યા હતા.

કો-ચેરપર્સન તરીકે ફણીબહેન ત્રિવેદીની નિમણૂંક
ચેમ્બરના સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ વિવાદમાં ઇન્કવાયરી બેસાડીને એક મહિનામાં તેનો નિર્ણય આપવા જણાવ્યું છે. જ્યાં સુધી તપાસ સમિતિનો રિપોર્ટ ન આવે ત્યાં સુધી રેખાબહેન અધ્વર્યુને હોદ્દા પરથી દૂર રાખવામાં આવશે. જ્યારે કો-ચેરપર્સન તરીકે ફણીબહેન ત્રિવેદીની નિમણૂંક કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...