અમદાવાદ / ડભોડા રેલવે સ્ટેશને ચાર ફૂટના ટોઈલેટમાં પાર્ટિશન વગર બે કમોડ ફીટ કરી નાખ્યા!

ડભોડા સ્ટેશન પર પાર્ટિશન વગર બે કમોડ ફિટ કરી દેવાયા હતા. ફરિયાદ બાદ મહિલાઓ માટે યુરિનલ બનાવી દેવાયું.
ડભોડા સ્ટેશન પર પાર્ટિશન વગર બે કમોડ ફિટ કરી દેવાયા હતા. ફરિયાદ બાદ મહિલાઓ માટે યુરિનલ બનાવી દેવાયું.

  • ફરિયાદ થઈ તો કમોડની જગ્યાએ મહિલા યૂરિનલ બનાવી દીધું

Divyabhaskar.com

Feb 15, 2020, 04:28 AM IST
અમદાવાદ: અમદાવાદ-હિંમતનગર સેક્શનમાં નરોડા અને દહેગામ વચ્ચેના ડભોડા સ્ટેશન પર ટ્રેન સેવા શરૂ થઈ હોવા છતાં ટોઈલેટનું કામ પૂરું કરવામાં આવ્યું નથી. કોન્ટ્રક્ટરે ચાર ફૂટ પહોળા અને પાંચ ફૂટ લાંબા એક જ ટોઈલેટમાં કોઈ પણ પાર્ટિશન વગર બે કમોડ મૂકી દીધા છે. સાંકડી જગ્યા અને પાર્ટિશન ન હોવાથી આ કમોડનો ઉપયોગ કઈ રીતે કરવો તે સૌથી મોટો પ્રશ્ન છે. રેલવેના ઉચ્ચ અધિકારીઓ સમક્ષ આ અંગે ફરિયાદ કરવામાં આવી હતી. પરંતુ સ્થાનિક અધિકારીઓએ કંઈ પણ વિચાર્યા વગર આ નાની જગ્યામાં જ પાર્ટિશન કર્યા વગર મહિલાઓ માટે યૂરિનલનું કમોડ ગોઠવી દીધું.
કોન્ટ્રાક્ટરો પણ આડેધડ બાંધકામ કરી છટકવા માંગે છે
અગાઉથી તૈયાર થતા નક્શા મુજબ કોન્ટ્રાક્ટરોએ કામગીરી કરવાની હોય છે પરંતુ અધિકારીઓ સાથેની મિલીભગત અને વધુ નફો કમાવવાના ઈરાદાથી કોન્ટ્રાક્ટરો પણ આડેધડ બાંધકામ કરી છટકવા માંગે છે. છેવટે એ દશા થાય છે કે, પેસેન્જરોને જરૂરી સુવિધા મળી શકતી નથી.
X
ડભોડા સ્ટેશન પર પાર્ટિશન વગર બે કમોડ ફિટ કરી દેવાયા હતા. ફરિયાદ બાદ મહિલાઓ માટે યુરિનલ બનાવી દેવાયું.ડભોડા સ્ટેશન પર પાર્ટિશન વગર બે કમોડ ફિટ કરી દેવાયા હતા. ફરિયાદ બાદ મહિલાઓ માટે યુરિનલ બનાવી દેવાયું.
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી