ગુજરાત / 10 માસમાં શરૂ થશે સૌથી લાંબી LPG પાઈપલાઈનનું નિર્માણ, કંડલાથી ઉત્તરપ્રદેશ જોડાશે

પ્રતિકાત્મક તસવીર
પ્રતિકાત્મક તસવીર

  • પાઈપલાઈન યોજનામાં 10 હજારનો ખર્ચ કરવામાં આ‌વશે

Divyabhaskar.com

Aug 14, 2019, 04:56 AM IST

અમદાવાદ: દુનિયાની સૌથી લાંબી એલપીજી પાઈપલાઈન તરીકે ગુજરતાના કંડલા બંદરને ઉત્તર પ્રદેશના ગોરખપુર સાથે જોડનારી 2,757 કિ.મી. લાંબી પાઈપલાઈનનું નિર્માણ આઠથી દસ માસમાં શરૂ થઈ જશે. લગભગ રૂ. 10 હજાર કરોડના ખર્ચે આકાર લેનારી આ પરિયોજના માટે ત્રણ સરકારી ઓઈલ અને ગેસ કંપનીઓ વચ્ચે જૂન માસમાં કરાર થયો હતો, જેમાં ઈન્ડિયન ઓઈલનો હિસ્સો 50%, જ્યારે ભારત પેટ્રોલિયમ અને હિન્દુસ્તાન પેટ્રોલિયમનો 25-25% છે.

નિર્માણ કાર્ય વધુમાં વધુ દસ માસમાં શરૂ થઈ જશે
ઈન્ડિયન ઓઈલના એક ઉચ્ચ અધિકારીએ કહ્યું કે, આ સંયુક્ત યોજનાની પહેલી બેઠક પણ જુલાઈમાં થઈ ચૂકી છે. અન્ય સંબંધિત પ્રક્રિયાઓ પૂરી કરીને તેનું નિર્માણ કાર્ય વધુમાં વધુ દસ માસમાં શરૂ થઈ જશે અને એકવાર ફરી શરૂ કર્યા પછી તેને 36 મહિનાની અંદર પૂરું કરાશે. આ પાઈપલાઈન ગુજરાતથી વાયા મધ્ય પ્રદેશ ઉત્તર પ્રદેશ સુધી જશે.

X
પ્રતિકાત્મક તસવીરપ્રતિકાત્મક તસવીર
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી