તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ગાંધીનગરઃ ઉનાવા પોલીસ સ્ટેશનના પીએસઆઈ ચેતક યોગેશકુમાર બારોટ અને પોલીસ કોન્સ્ટેબલ નિતેશ જીવણજી ઠાકોર રૂ.80 હજારની લાંચ લેતા રંગે હાથ ઝડપાયા છે. પોલીસ કોન્સ્ટેબલ લાંચ લેતા ઝડપાઈ જતા પીએસઆઈ ફરાર થઈ ગયા હતા.
પીએસઆઈ બારોટે દારૂનો કેસ ન કરવા રૂ.2 લાખની માંગ કરી હત
આ અંગે જાણવા મળ્યા મુજબ, 4 જાન્યુઆરીના રોજ PSI બારોટે ફરિયાદીનું એક્ટિવા પકડ્યું હતું અને તેમાંથી દારૂ મળી આવ્યો હતો. જેથી દારૂનો કેસ ન કરવા માટે પીએસઆઈ બારોટે ફરિયાદી પાસેથી રૂ. 2 લાખની માંગણી કરી હતી, અને રકઝકના અંતે રૂ. 1 લાખ 30 હજારની રકમ નક્કી થઈ હતી. ત્યાર બાદ ફરિયાદીએ રૂ. 50 હજાર આપી દીધા હતા અને રૂ.80 હજાર આપવાનો વાયદો કર્યો હતો. લાંચ પેટે બાકી રૂ.80 હજાર કોન્સ્ટેબલ નિતેશ ઠાકોરને આપી દેવાનું કહ્યું હતું. પરંતુ આ રકમ આપવા તૈયાર ન હોવાથી ફરિયાદીએ એસીબીમાં ફરિયાદ કરી હતી. જેના આધારે એસીબીએ લાંચનું છટકું ગોઠવતા આરોપી કોન્સ્ટેબલ નિતેશ કુમાર ફરિયાદી પાસેથી રૂ. 80 હજાર સ્વીકારતા રંગેહાથ ઝડપાયો હતા.
પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.