તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • Congress Leader Shaktisinh Gohil And Rajiv Shukla May Contest Rajyasabha Poll From Gujarat

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગુજરાતમાંથી રાજ્યસભા માટે શક્તિસિંહ ગોહિલ અને ભરતસિંહ સોલંકી કોંગ્રેસના ઉમેદવાર

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભરતસિંહ સોલંકી અને શક્તિસિંહ ગોહિલ - ફાઇલ તસવીર - Divya Bhaskar
ભરતસિંહ સોલંકી અને શક્તિસિંહ ગોહિલ - ફાઇલ તસવીર

અમદાવાદઃ કોંગ્રેસે રાજ્યસભા માટે ગુજરાતમાંથી શક્તિસિંહ ગોહિલ અને ભરતસિંહ સોલંકીનું નામ ફાઈનલ કર્યું છે. આ અંગે કોંગ્રેસ દ્વારા બંને ઉમેદવારોની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. બંને ઉમેદવાર આવતીકાલે ઉમેદવારી ફોર્મ ભરશે. ઉલ્લેખનીય છે કે સૌપ્રથમ DivyaBhaskarએ શક્તિસિંહ ગોહિલ તથા ભરતસિંહ સોલંકીનું નામ જાહેર થશે તેવી શક્યતા વ્યક્ત કરી હતી. આ સ્ટોરી વાંચવા માટે અહીં ક્લિક કરો

કોંગ્રેસી ધારાસભ્યોમાં ભારોભાર અસંતોષ
આ પહેલા બપોરે શક્તિસિંહની સાથે રાજીવ શુક્લાના નામની વાતો વહેતી થતા કોંગ્રેસના 30 જેટલા ધારાસભ્યો તથા અગ્રણીઓ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા પાસે દોડી ગયા હતા અને બળાપો ઠાલવ્યો હતો. રાજીવ શુક્લા બહારના હોવાથી તેમની સામે કોંગ્રેસી ધારાસભ્યોને ભારોભાર અસંતોષ જોવા મળ્યો હતો. 

બંને પક્ષના ઉમેદવારો છેલ્લા દિવસે 12.39 કલાકે ફોર્મ ભરવા જશે
ભાજપ અને કોગ્રેસ બંને રાજકીય પક્ષોના રાજ્યસભાના ઉમેદવારો આવતીકાલ શુક્રવારે ફોર્મ ભરવાના છેલ્લા દિવસે 12.39 કલાકે ફોર્મ ભરવા જશે. અ્ત્યાર સુધી ભાજપે 2 અને કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા છે. 

ધારાસભ્યોની લાગણીની વાત સાચી, પણ હાઈકમાન્ડ કહે તે ફાઈનલઃ શૈલેષ
વિધાનસભામાં કોંગ્રેસના દંડક શૈલેષ પરમારે DivyaBhaskarને જણાવ્યું હતું કે, ધારાસભ્યોની પોતાની અંગત લાગણી હોઈ શકે છે. ધારાસભ્યો પોતાની અંગત લાગણીને યોગ્ય સમયે અને યોગ્ય સ્થળે પ્રસ્તુત પણ કરી શકે છે. પરંતુ કોંગ્રેસની પરંપરા રહી છે કે હાઈકમાન્ડનો નિર્ણય આખરી હોય છે અને સહુ કોઈ તેને માથે ચઢાવે જ છે. કયા નેતાને રાજ્યસભાની ટિકિટ અપાઈ છે તેની હજી સુધી કોઈ જાહેરાત કરાઈ જ નથી. ઊલટાનું આ જાહેરાત મોડી સાંજે થશે. કોંગ્રેસના ધારાસભ્યોમાં બળવો હોવાની વાત તદ્દન ખોટી છે.

મોઢવાડિયા અને ભરતસિંહના નામ જાહેર કરવા છેલ્લી ઘડીનું દબાણ
કોંગ્રેસન
ા આંતરિક સૂત્રોએ જણાવ્યું હતું કે, અહેમદ પટેલની નિકટના ગણાતા શક્તિસિંહને ગુજરાતમાંથી ટિકિટ અપાશે તે વાત નક્કી હતી. જો કે, રાજીવ શુક્લાના નામનું નામની ચર્ચા થતા ધારાસભ્યો પણ આશ્ચર્યમાં મૂકાયા હતા.
કોંગ્રેસના ઉમેદવારો જાહેર થતા હવે ભાજપ 3જો બાદશાહ ઉતરવાની તૈયારીમાં!
કોંગ્રેસે રાજ્યસભાના બંને ઉમેદવારના નામ જાહેર કરી દીધા છે ત્યારે ભાજપ ગઈકાલે જ અભય ભારદ્વાજ અને રમીલાબેન બારાના નામની ઘોષણા કરી ચૂક્યો છે. પ્રાપ્ત વિગતો અનુસાર ભાજપ રાહ જોઈને બેઠો છે કે ક્યારે કોંગ્રેસ તેના ઉમેદવારના નામ જાહેર કરે. હવે ભાજપ કોંગ્રેસના કેટલાક અસંતુષ્ટ ધારાસભ્યોને પોતાનામાં ભેળવીને જીતના ઈરાદા સાથે 3જો ઉમેદવાર પણ જાહેર કરવાની ફિરાકમાં છે. આમ કોંગ્રેસ બે પત્તા ઉતરી ચૂક્યું છે ત્યારે ભાજપ 3જો બાદશાહ ઉતરવાની તૈયારીમાં છે.

13 માર્ચ ઉમેદવારી ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ, 26 માર્ચે સાંજે 5 વાગ્યે મતગણતરી
6 માર્ચથી 13 માર્ચ સુધી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. જ્યારે 16 માર્ચે ફોર્મની ચકાસણી થશે અને 18 માર્ચ સુધીમાં ઉમેદવારી ફોર્મ પાછા ખેંચી શકાશે. ત્યાર બાદ 26 માર્ચે સવારના 9 વાગ્યાથી 4 વાગ્ય સુધી મતદાન યોજાશે અને સાંજે પાંચ વાગ્યે મતગણતરી હાથ ધરાશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો