તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગુજરાતમાં ભર શિયાળે ઉનાળા અને ચોમાસા જેવી સ્થિતિ, અનેક શહેરોમાં ઉત્તરાયણ બગડવાની શક્યતા

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
 • વહેલી સવારથી અમદાવાદ સહિત ગુજરાતભરમાં ધુમ્મસ અને વાદળછાયું વાતાવરણ
 • અનેક વિસ્તારોમાં માવઠું થતા ખેડૂતો સાથે પતંગ રસિયાઓ પણ ચિંતામાં મૂકાયા
 • અફઘાનિસ્તાનમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુજરાતના વાતાવરણમાં પલ્ટો આવ્યો

અમદાવાદ: વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુજરાતમાં બે દિવસથી વાતાવરણમાં પલ્ટો આવ્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ આજે વહેલી સવારથી અમદાવાદ સહિત ગુજરાતભરમાં ધુમ્મસ અને વાદળછાયું વાતાવરણ છે. તો અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડી રહ્યો છે. તાપમાનમાં પણ વધારો થતા ભર શિયાળે ઉનાળા અને ચોમાસાની સ્થિતિ સર્જાઈ છે. ખેડૂતોને આ વખતે ચોમાસું અને શિયાળામાં માવઠાના મારના કારણે પાકમાં નુકસાની વહોરવી પડી છે. ત્યારે કચ્છ અને સૌરાષ્ટ્રમાં માવઠાએ જગતના તાતને રડવા મજબૂર કર્યો છે. માવઠાને પગલે રવી પાકોમાં નુકસાન થવાની ભીંતિ છે. ચોમાસું પાકમાં પાણી ફરી વલ્યા બાદ હવે રવિપાકમાં કમોસમી વરસાદને કારણ વ્યાપક નુકસાઈ થઈ શકે છે. ખાસ કરીને જીરું, ચણા, ઘઉં, બટાટા સહિતના પાકોમાં નુકશાન થવાની શક્યતા છે. વાતાવરણમાં પલ્ટો આવતા ખેડૂતો બાદ પતંગ રસિયાઓ પણ ચિંતામાં મૂકાયા છે. હવામાનની આગાહી મુજબ અનેક જિલ્લાઓમાં આ વર્ષે ઉત્તરાયણ બગડી શકે તેવી શક્યતા છે. 

ગુજરાતના ચારેય ઝોનમાં માવઠું
આજે વહેલી સવારે કચ્છના ગાંધીધામ, અંજાર, ભચાઉ, ભુજ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો હતો. જ્યારે સૌરાષ્ટ્રના રાજકોટ, દ્વારકા, જામનગર અને મોરબી જિલ્લામાં માવઠું થતાં ખેડૂતો ચિંતામાં પડ્યા હતા. બોટાદમાં પણ વાતાવરણમાં પલટો આવ્યો હતો. બનાસકાંઠામાં પણ આજે વાતાવરણમાં પલટો આવ્યો હતો. આકાશ વાદળમય થતાં ચોમાસા જેવા માહોલ થયો હતો. અમીરગઢ સૂઈગામ સહિત કેટલીક જગ્યાએ ઝરમર વરસાદ પડ્યો હતો. અન્ય વિસ્તારોમાં વરસાદ થવાની શક્યતા છે. રવી પાકોમાં નુકસાનની ભીંતિથી ખેડૂતો ચિંતીત છે.
મધ્ય ગુજરાતમાં પણ વડોદરા, મહીસાગર, દાહોદ, પંચમહાલ સહિતના જિલ્લાઓમાં પણ સવારે વાદળછાયું વાતાવરણ રહ્યું હતું. દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં ઝરમર વરસાદ પડવાનો શરૂ થયો છે.

અમદાવાદમાં ધુમ્મસ અને વાદળછાયું વાતાવરણ
બે દિવસથી અમદાવાદ શહેરમાં તાપમાન વધ્યું છે. વહેલી સવારથી ધુમ્મસ અને વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. પવન ફૂંકાવાનું બંધ થતા શહેરીજનો ઉત્તરાયણ કેવી રીતે મનાવીશું તે મુંઝવણમાં છે. આસપાસના વિસ્તારોમાં માવઠું થતા અમદાવાદમાં પણ કમોસમી વરસાદ પડવાની શક્યતા છે.

સુરતમાં તડકો, અમદાવાદ-ગાંધીનગરમાં ધુમ્મસ

શહેરતાપમાન (ડિગ્રી)વાતાવરણની સ્થિતિ
અમદાવાદ23ધુમ્મસ
ગાંધીનગર23ધુમ્મસ
ભૂજ17વાદળછાયું
નલિયા18વાદળછાયું
સુરત25તડકો
રાજકોટ23વાદળછાયું
વડોદરા24વાદળછાયું

એક્યુવેધર મુજબ શહેરોનું તાપમાન

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો