તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મા કાર્ડની ફાઈલો ક્લિયર કરાવવાનું કહી ઠગાઇ કરતાં યુવક-યુવતી સામે ફરિયાદ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

અમદાવાદ: ગુજરાત સરકારની ‘મા અમૃતમ યોજના’ અને ‘આયુષ્યમાન ભારત યોજના’ હેઠળ ગાંધીનગરમાં પેન્ડિંગ પડેલી ફાઈલો ક્લિયર કરાવી આપવાના બહાને ઠગ યુવક-યુવતી હોસ્પિટલોમાં ફરી રહ્યા છે. આ ઠગ યુવક-યુવતીએ પોતાની ઓળખાણ સરકારના એજન્ટ તરીકે આપીને ફાઈલ ક્લિયર કરાવી આપવા માટે ડોક્ટર પાસે કમિશન માગ્યું હતું. જો કે ડોક્ટરને શંકા પડતા તેમણે આ અંગે સરકાર અને વીમા કંપનીને જાણ કરતા ઠગ  યુવક-યુવતી વિરુદ્ધ સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.

સમગ્ર સિસ્ટમમાં કોઇ એજન્ટ પ્રથા નથી
મા અમૃતમ યોજના અને આયુષ્યમાન ભારત યોજના હેઠળ દર્દીઓને ફ્રીમાં સારવાર મળે તે માટે રાજ્ય સરકારે એમ.ડી.ઈન્ડિયા ઈન્સ્યોરન્સ કંપની સાથે ટાયઅપ કર્યું છે. હોસ્પિટલ દ્વારા જે -તે કાર્ડ ધારકની ફાઈલ ઈન્સ્યોરન્સ કંપનીમાં મોકલાય છે અને ઈન્સ્યોરન્સ કંપની દ્વારા ફાઈલ મંજૂરી માટે સરકારમાં મોકલવામાં આવે છે. સમગ્ર સિસ્ટમમાં કોઇ એજન્ટ પ્રથા નથી. તેમ છતાં સોલા સાયન્સ સિટી રોડ પરની શલ્ય હોસ્પિટલના ડો.કાર્તિક પટેલ પાસે 12 સપ્ટેમ્બરે શ્રીપાલ શાહ અને એક સ્ત્રી આવ્યા હતા. તેમણે પોતાની ઓળખાણ યોજનાનું પેમેન્ટ ક્લિયર કરાવી આપનારા એજન્ટ તરીકે આપીને ડો. કાર્તિક પટેલની ગાંધીનગરમાં પેન્ડિંગ પડેલી ફાઈલો ક્લિયર કરાવી આપવાનું કહ્યું હતુ. જો કે કાર્તિક પટેલને બંને પર શંકા જતા ઈન્સ્યોરન્સ કંપનીને જાણ કરી હતી.બાદમાં આરોગ્ય વિભાગે બંને વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...