તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સરખેજના એક ઘરમાં કોબ્રા શિકાર ગળીને પચાવવા બેઠો, એનિમલ લાઈફકેરે રેસ્ક્યુ કર્યો

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

અમદાવાદઃ શહેરના સરખેજ વિસ્તારના બુદ્ધનગરમાં એક ઘરમાં કોબ્રા સાપ ઘૂસી ગયો હતો. જેને પગલે લોકોમાં ડરનો ફફડાટ વ્યાપી ગયો હતો. જેથી તાત્કાલિક એનિમલ લાઇફ કેર સંસ્થાને જાણ કરવામાં આવી હતી અને એનિમલ લાઇફકેરના વિજય ડાભીએ સ્થળ ઉપર જઈ કોબ્રા સાપને રેસ્ક્યુ કર્યો હતો. નવાઈ‌ની વાત તો એ છે આ કોબ્રા સાપ શિકાર ગળીને તેને પચાવવા બેઠો હતો. રેસ્ક્યુ કર્યા બાદ કોબ્રા સાપને ખુલ્લા વિસ્તારમાં છોડી મુકવામાં આવ્યો હતો.

કોબ્રા સ્વભાવે શાંત, સાપને પકડવાનો પ્રયાસ ન કરવો
આ અંગે વર્ષોથી સાપનું રેસ્ક્યુ કરતા વિજય ડાભીએ જણાવ્યું કે, કોબ્રા સાપ સ્વભાવે શાંત હોય છે પણ જો તેના ઉપર પગ પડી જાય તો ગુસ્સામાં આવી અને ડંખ મારતા હોય છે, જો આપના ઘરમાં સાપ જોવા મળે તો તેની ઓળખ વગર તેને ક્યારે પણ પકડવાની કોશિશ કરવાને બદલે તાત્કાલિક હેલ્પલાઇનનો સંપર્ક કરવો જોઈએ. મુખ્યત્વે ઝેરી કોબ્રા સાપનો ખોરાક ઉંદર, દેડકા, પક્ષીઓના ઈંડા અને નાના સસલાંના બચ્ચાં હોય છે.  સાપ દૂધ પીતા નથી તે માત્ર કોઈ વખત પાણી સમજીને પીતા હોય છે કોઈપણ વ્યક્તિ સાપને દૂધ પીવાના પૈસાની માંગ કરે તો વાતમાં ક્યારે આવવું નહીં.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો