બગોદરા / બે કાર સામસામે અથડાઇ, CMના ભત્રીજા,ભત્રીજા વહુને ઇજા પહોંચી

અકસ્માતગ્રસ્ત કાર
અકસ્માતગ્રસ્ત કાર

  • બગોદરા પોલીસ સ્ટેશન સામે અકસ્માતમાં 6 લોકો ઘવાયા 
  • બગોદરા પોલીસ સ્ટેશન સામે બે કારનો સામસામે અકસ્માત 

Divyabhaskar.com

Dec 03, 2019, 02:55 AM IST
બાવળા: બગોદરા પોલીસ સ્ટેશન સામે બે ઈનોવા કાર સામસામે ટકરાઇ હતી. અકસ્માતમાં કુલ છ વ્યકિતઓને નાની-મોટી ઈજા પહોંચી હતી.એક ગાડીમાં રાજ્યનાં મુખ્યમંત્રી વિજય રૂપાણીના ભત્રીજો અને ભત્રીજા વહુ સવાર હતાં.તેમને સામાન્ય ઇજાઓ થવા પામી હતી. તમામ ઈજાગ્રસ્તોને અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે.
બીજી કારમાં સવાર ચાર લોકોને નાની-મોટી ઇજાઓ થઇ
બાવળા તાલુકાનાં બગોદરા પોલીસ સ્ટેશનની સામે બે ઈનોવા કાર સામસામે જોરદાર ધડાકા સાથે ટકરાઇ હતી. બને કારમાં સવાર છ લોકોને નાની-મોટી ઇજાઓ થવા પામી હતી. જેમાં એક ઇનોવા કારમાં વિજય રૂપાણીના ભત્રીજા અનિમેષ રૂપાણી અને ભત્રીજા વહુ વીમી રૂપાણી સવાર હતા.તેમને સામાન્ય ઇજા થવા પામી હતી જેથી તેઓ અન્ય કારમાં બેસીને અમદાવાદ તરફ રવાના થઈ ગયા હતા અને અમદાવાદની ઝાયડસ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ થઈ ગયા હતા.જયારે બીજી કારમાં સવાર ચાર લોકોને નાની-મોટી ઇજાઓ થતા કોઈએ 108 ની ઇમરજન્સી સેવાને જાણ કરતાં તરત જ બગોદરાની 108 ઘટના સ્થળે પહોંચી હતી.
X
અકસ્માતગ્રસ્ત કારઅકસ્માતગ્રસ્ત કાર

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી