તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
અમદાવાદઃ અમદાવાદ રેલ્વે સ્ટેશન ઉપર પણ જાગૃતતા અભિયાન યોજવામાં આવી રહ્યું છે. પબ્લિક એનાઉન્સમેન્ટ સિસ્ટમ દ્વારા કોરોનાથી બચવાની સતત જાહેરાત કરવામાં આવી રહી છે અને પ્લેટફોર્મ પર પોસ્ટરો/સ્ટીકરો લગાવવામાં આવ્યા છે.
ટ્રેનના કોમ્પોનન્ટસની સાફ-સફાઈ
અમદાવાદ રેલવે સ્ટેશન પરથી પસાર થતી દરેક ટ્રેનના ફિટિંગ્સથી માંડીને દરવાજાના હેન્ડલ્સ, શૌચાલયના નળ, શૌચાલયના દરવાજા સહિત હેન્ડ્લ્સ, સીડી, નાસ્તાના ટેબલ અને નોબ વગેરેની સફાઈ કરવામાં આવી રહી છે. સફાઇ કામદારોની ટીમ આ સમગ્ર કામગીરી સંભાળી રહી છે. તેઓ સમયાંતરે વિવિધ ફિંટિંગ્સ અને હેન્ડલ્સ જીવાણુરહિત કરે છે. મુસાફરોમાં જાગૃતતા ફેલાવવા તથા કોરોનાનું જોખમ ઓછું કરવા માટે રેલવે તમામ પ્રયાસો ચાલુ છે. કોરોના વાઇરસના ખતરાને કારણે રેલવે તંત્ર સજાગ થયું છે અને હજારો મુસાફરોના હિતમાં નિર્ણય લીધો છે.
પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.