તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Class Conflict Between Different Communities Of Gujarat On Circular Issue Of 1 8 2018

1-8-2018ના પરિપત્ર મુદ્દે ગુજરાતના વિવિધ સમાજો વચ્ચે વર્ગ વિગ્રહ

7 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 1 ઓગસ્ટ 2018ના પરિપત્રના મુદ્દા નં. 12 અને 13એ વિરોધ ઉભો કર્યો
  • અનામત વર્ગ 65થી વધુ દિવસથી ધરણા કરી રહ્યો છે
  • સરકારે આંદોલન પૂર્ણ કરવા ઠરાવ રદ્દ કરવાની વાત કરી હતી
  • ઠરાવ રદ્દ કરવાની સરકારની વાતનો બિન અનામત વર્ગ દ્વારા વિરોધ કરવામાં આવ્યો

અમદાવાદઃ જે ગુજરાતના બે વિરલાઓ મહાત્મા ગાંધી અને સરદાર પટેલે દેશને એકસૂત્રમાં બાંધવાનું કામ કર્યું હતું તેમનું જ રાજ્ય ગુજરાત આજે બે ભાગમાં વહેંચાઈ ગયું છે. લોકરક્ષકદળ(LRD)ની પરીક્ષાને લઇને અનામત વર્ગ અને બિન અનામત વર્ગ સામ-સામે આવી ગયા છે. અનામત વર્ગની માગ 1 ઓગસ્ટ 2018ના રોજ GAD દ્વારા બહાર પાડવામાં આવેલા પરિપત્રને રદ્દ કરવાની છે તો બિન અનામત વર્ગનો મુદ્દો આ પરિપત્રમાં કોઇ સુધારો ન કરવાનો છે. ગાંધીનગર ખાતે આજે બન્ને વર્ગ પોતાની માગ પૂર્ણ કરવામાં આવે તે માટે ધરણા પ્રદર્શન કરી રહ્યા છે.

અનામત વર્ગની મહિલા ઉમેદવારોની માગ પરિપત્ર રદ્દ કરવામાં આવે
રાજ્ય દ્વારા ઓગષ્ટ 2018માં પોલીસ વિભાગની LRD સંવર્ગની કુલ 9,713 જગ્યાની જાહેરાત બહાર પાડવામાં આવી હતી. જેમાં મહિલાઓ માટે 3077 જેટલી જગ્યાઓ હતી, જેની પરીક્ષા 6 જાન્યુઆરી 2019ના રોજ લીધી હતી. આ પરીક્ષાનું મેરિટ 31 ઓક્ટોબરે રિલીઝ કરવામાં આવ્યું હતું. જેમાં અનામત વર્ગમાં આવતી ઉચ્ચ મેરિટવાળી મહિલા ઉમેદવારોની જનરલ મેરિટમાંથી બાદબાકી કરાઈ હતી. જેની સામે વિરોધ નોંધાવતા રાજ્યભરમાંથી મહિલા ઉમેદવારો છેલ્લા 65થી વધુ દિવસથી ગાંધીનગરમાં ધરણાં પર ઉતરી છે. 1 ઓગસ્ટ 2018ના રોજ કરવા GAD દ્વારા કરવામાં આવેલા આ પરિપત્રના મુદ્દા નં. 12 અને 13ની જોગવાઈઓ અંગે હાલ વિવાદ ઉભો થયો છે. આ પરિપત્ર મુજબ, મેરિટના આધારે અનામતવાળી મહિલા પસંદગી પામે તો તેને અનામતના ક્વોટામાં જ ગણવાનો ઉલ્લેખ છે. જેને લઇને અનામત વર્ગની મહિલા ઉમેદવારોએ માગણી કરી છેકે આ પરિપત્રને રદ્દ કરવામાં આવે.

બિન અનામત વર્ગની મહિલા ઉમેદવારોની માગ પરિપત્રમાં સુધારો કરવામાં ન આવે
બીજી તરફ અનામત વર્ગની મહિલા ઉમેદવારોના ધરણા પ્રદર્શનને લઇને સરકારે નમતું જોખ્યું છે અને ઓગસ્ટ 2018ના રોજ જાહેર કરાયેલા પરિપત્રમાં સુધારાની વાત કરવામાં આવી છે. સરકાર દ્વારા પરિપત્રમાં સુધારો કરવાની વાત કરવામાં આવતા બિન અનામત વર્ગની 250થી વધુ મહિલા ઉમેદવારોએ બાંયો ચડાવી છે. ઠરાવમાં સુધારો કરવાના સરકારના નિર્ણયનો વિરોધ કરતી આ મહિલાઓએ બુધવારે ગાંધીનગરમાં જ ઠરાવ રદ્દ કરવાની માગણી સાથે 66 દિવસથી આંદોલન પર ઉતરેલી મહિલાઓની છાવણી સામે રસ્તા પર બેસી સરકારી નિર્ણયનો વિરોધ કર્યો હતો. આજે સવારે પણ બિન અનામત વર્ગની મહિલાઓ યોગા કર્યા બાદ ઘ-4 પાસે સરદાર પટેલની પ્રતિમા બેસી ગઈ હતી. પરિપત્ર રદ્દ ન કરવાને લઇને રાજ્ય સરકાર બિન અનામત વર્ગના આગેવાનો સાથે ચર્ચા કરવામાં આવી હતી.

1 ઓગસ્ટ 2018ના પરિપત્રના આ મુદ્દાઓએ વિરોધ ઉભો કર્યો
GAD દ્વારા 1 ઓગસ્ટ 2018ના રોજ રાજ્ય સરકારની નોકરીઓમાં મહિલાઓ માટે અનામતની જગ્યાઓ રાખવા બાબતે એક ઠરાવ બહાર પાડવામાં આવ્યો હતો. જેમાં 1થી 13 મુદ્દાઓ આપવામાં આવ્યા છે અને તેનુ સ્પષ્ટીકરણ આપવામાં આવ્યું છે. આ ઠરાવમાં મુદ્દા નં. 12 અને 13માં જે સ્પષ્ટીકરણ આપવામાં આવ્યું છે તેને લઇને અનામત વર્ગની મહિલાઓને તેમની સાથે અન્યાય થયો હોવાનું જણાતા તેનો વિરોધ કરવામાં આવ્યો છે. મુદ્દા નં. 12માં જણાવવામાં આવ્યું છેકે, જો મેરીટના આધારે અ.જા/અ.જ.જા/સા.શૈ.પ.વર્ગની મહિલા જનરલ કોટામાં પસંદગી પામે તો તેને સંબંધિત કેટેગરીની મહિલા અનામત તરીકે ગણવી. પરંતુ રોસ્ટર ક્રમાંકમાં જનરલ ઉમેદવાર તરીકે ધ્યાને લેવાશે અને મહિલા અનામતના રજીસ્ટરમાં સંબંધિત કેટેગરી(ST/SC/SEBC)ની મહિલા તરીકે ગણાશે. એટલેકે, સંબંધિત કેટેગરી મહિલાની અનામતના પ્રતિનિધિત્વ તરીકે ધ્યાને લેવાનું રહેશે. તેમજ મુદ્દા નં.13માં જણાવવામાં આવ્યું છેકે મેરીટના ધોરણે પસંદ થયેલ સંબંધિત કેટેગરીની મહિલા સંબંધિત કેટેગરીમાં ગણાશે પંતુ સંબંધિત કેટેગરીની જગ્યા ખાલી ગણાશે. 

શું છે સમગ્ર મામલો
1 ઓગસ્ટ, 2018નાં જીઆર મુજબ અનામત કેટેગરીની મહિલા ઉમેદવારોને જનરલ મેરિટમાંથી બાદ કરવામાં આવી છે. જેની સામે લગભગ 64 દિવસથી 100થી પણ વધુ મહિલાઓ ગાંધીનગરની સત્યાગ્રહ છાવણી ખાતે ધરણાં કરી રહી છે. બીજી તરફ બિનઅનામત કેટેગરીની મહિલા ઉમેદવારો ગાંધીનગર ઉમટી પડી હતી અને જીઆર રદ ન કરવા આવેદન પત્ર આપ્યું હતું. પોલીસની ભરતીમાં મહિલાઓને સરકારે 33 ટકા અનામત આપી છે, જો કે 1લી ઓગસ્ટ 2018નાં રોજ થયેલા પરિપત્ર મુજબ મહિલા ઉમેદવારે જે કેટેગરીમાં ફોર્મ ભર્યું હોય તેમાં જ તેની પસંદગી શક્ય બને. એટલે કે કોઈ મહિલાએ OBC કેટેગરીમાં ફોર્મ ભર્યું હોય તો તેને જનરલ કેટેગરીમાં સ્થાન મળી શકે નહીં. આ જીઆરને કારણે સ્થિતિ એવી સર્જાઈ હતી કે કેટલીક અનામત કેટેગરીની મહિલા ઉમેદવારોને જનરલ કેટગેરી તેમજ EWS કેટેગરીની મહિલાઓ કરતાં વધુ માકર્સ આવ્યા છે પરંતુ તેમને જનરલ કેટેગરીમાં સ્થાન ન મળતાં તેઓ નોકરીઓથી વંચિત રહી ગઈ છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ઉન્નતિને લગતાં શુભ સમાચારની પ્રાપ્તિ થશે. ધાર્મિક અને આધ્યાત્મિક કાર્યોમાં પણ થોડો સમય પસાર થશે. કોઇ વિશેષ સમાજ સુધારકનું સાનિધ્ય તમારી અંદર પોઝિટિવ ઊર્જા ઉત્પન્ન કરશે. નેગેટિવઃ- ઘરના...

વધુ વાંચો