અમદાવાદ / ઝાડીમાં નાખી દીધેલી નવજાત બાળકીને સિવિલના તબીબોએ જટીલ સર્જરી કરી નવજીવન આપ્યું

Civil Hospital Doctors Save Life Of New Born Baby by Rare Surgery

  • બનાસકાંઠાના લાખણી ગામે કાંટાળી ઝાડીઓમાં હતી નવજાત બાળકી
  • રડવાનો અવાજ આવતા કોઈએ બાળકીને નજીકની હોસ્પિટલ સુધી પહોંચાડી
  • ગેસ્ટ્રોસિસિસ બીમારીના કારણે બાળકીના આતરડાં બહાર આવી ગયા હતા

Divyabhaskar.com

Jan 22, 2020, 02:04 PM IST

અમદાવાદ: બાળક વિનાના પરિવારને બાળકની સાચી કિંમત ખબર હોય છે. પરંતુ કેટલાક રાક્ષસી સ્વભાવવાળા માતા-પિતા બાળકને પોતાના પર બોજ સમજે છે અને તેમને ત્યજી દે છે. આવા જ એક ક્રુર માનસિકતા ધરાવતા માતા-પિતાએ પોતાની નવજાત બાળકીને બનાસકાંઠાના ઝાડી ઝાંખરામાં નાખી દીધી હતી. ક્રુર માતા-પિતાને તો એવું જ હશે કે બાળકી જીવ છોડી દીધો છે. પરંતુ જેનું કોઈ ન હોય તેનો સહારો ભગવાન બને છે. જંગલમાંથી બાળકીના રડવાનો અવાજ આવતા કોઈ વ્યક્તિએ બાળકીને નજીકની હોસ્પિટલ સુધી પહોંચાડી. પરંતુ બાળકીના આતરડાં શરીરની બહાર હતા. છતાં તે જીવન સાથે પોતાનો સંઘર્ષ કરી રહી હતી. બાળકીને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં લવાયા બાદ જટીલ સર્જરી કરીને બાળકીને બચાવી લીધી છે. બાળ સંરક્ષણ ગૃહએ બાળકનું નામ ધ્વનિ પાડ્યું છે. બાળકી બચી જતાં તેની સર્જરી કરનાર તબીબોની આંખમાં હર્ષના આંસુ આવી ગયા હતા. હાલ ધ્વનિ બચી ગઈ છે. તેને કોઈ પાલક માતા-પિતા બહુ જલ્દી મળી જશે તેની સારસંભાલ રાખતા તબીબોની ટીમ માની રહી છે.

સિવિલ હોસ્પિટલના પીડિયાટ્રિક વિભાગની ટીમે બાળકીને નવજીવન આપ્યું

બનાસકાંઠાના લાખણી ગામે 9 જાન્યુઆરીના રોજ જંગલમાંથી એક નવજાત બાળકી મળી આવી હતી. જેના આંતરડા બહાર આવેલા હતા. બાળ શિશુ ગૃહ દ્વારા બાળકીને અમદાવાદ સિવિલ હોસ્પિટલ લઈ આવી હતી. ગણતરીના કલાકોમાં સિવિલ હોસ્પિટલના પીડિયાટ્રિક વિભાગની ટીમે બાળકીનું ઓપરેશન કરીને નવજીવન આપ્યું છે. ત્યજી દીધેલી બાળકીને ગેસ્ટ્રોસિસિસ બીમારીના કારણે આંતરડા બહાર આવી ગયા હતા. બાળ સંરક્ષણ ગૃહ દ્વારા બાળકીનું નામ ધ્વનિ રાખવામાં આવ્યું છે અને આવનારા સમયમાં યોગ્ય પરિવારને આ બાળકીને સોંપવામાં આવશે. ધ્વનિની ધૂન કોઈ એવા પરિવારમાં ગૂંજશે જેમને તેની જરૂર છે.

ગેસ્ટ્રોથીશીસ નામની બીમારી 10 હજારે બે બાળકોને થાય છે

દરેક માતા પોતાના બાળકને કેટલો પ્રેમ કરે છે તેનો કોઈ જ માપદંડ હોતો નથી પરંતુ ઘણી એવી પણ મહિલાઓ હોય છે જે ઇચ્છતી નથી અને માતા બની જતી હોય છે અને તેવી જ મહિલાઓ દ્વારા બાળકોને ત્યજી દેવાતા હોય છે. ગેસ્ટ્રોસિસિસ નામની બીમારી 10 હજાર બાળકોએ 2 બાળકોને થતી હોય છે પરંતુ બાળકોને ત્યજી દેવાની માનસિક બીમારીતો લગભગ ઘણા મોટા વર્ગને છે તેનું નિદાન જલ્દી થશે તો જ નિરાકરણ આવશે.

X
Civil Hospital Doctors Save Life Of New Born Baby by Rare Surgery
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી