તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પાસપોર્ટના પાના બદલી ઇમિગ્રેશનના સિક્કા કરી અમેરિકાના બનાવટી વિઝા આપતા એજન્ટની સીઆઈડીએ ધરપકડ કરી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આરોપીની ફાઇલ તસવીર - Divya Bhaskar
આરોપીની ફાઇલ તસવીર

અમદાવાદ: પાસપોર્ટના પાનાં ફાડી  અમેરિકા જવા માટેના બોગસ વિઝા બનાવી આપનાર મુંબઇના એજન્ટ નૌશાદ મુશા સુલતાનની સીઆઇડી ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે અને આરોપીને કોર્ટમાં રજૂ કરી 9 દિવસના રિમાન્ડ મેળવ્યા છે. સીઆઇડી ક્રાઇમે આરોપી સુલતાન પાસેથી 10  ભારતીય પાસપોર્ટ, રૂ.20,660, જુદી-જુદી 10 બેંકના ક્રેડિટ અને ડેબિટ કાર્ડ, 10 બનાવટી આધાર કાર્ડ અને 1 બનાવટી પાનકાર્ડ, પાસપોર્ટના છૂટા પાડેલા 20 પાના પર જુદા-જુદા દેશના ઇમિગ્રેશનના સ્ટેમ્પ મારેલા છે. 

અમેરિકાના વિઝા અને સિક્કાઓ બનાવટી હોવાનું જણાઇ આવ્યું
ગાંધીનગરમાં રહેતા હસમુખ ચૌધરી અને તેમની પત્ની નિષ્માબેન ચૌધરી જૂન 2019ના રોજ અમેરિકાના વિઝા લેવા માટે મુંબઇમાં આવેલી અમેરિકન કોન્સ્યુલેટની ઓફિસે ગયાં હતાં. ત્યારે તેમના પાસપોર્ટમાં લાગેલા અમેરિકાના વિઝા અને સિક્કાઓ બનાવટી હોવાનું જણાઇ આવ્યું હતું. આથી અધિકારી બ્રેન્ડન શોએ સીઆઇડી ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ કરી હતી. 

અમેરિકાના વિઝા મળે તો રૂ.45 લાખ આપવાનું નક્કી કર્યું હતું
આ ફરિયાદના આધારે હસમુખ ચૌધરી અને નિષ્મા ચૌધરીની ધરપકડ કરી હતી અને તેમની તપાસમાં પાસપોર્ટમાં બનાવટી વિઝા અને સિક્કા મુંબઇના એજન્ટ નૌશાદ મુશા સુલતાને કરી આપ્યા હતાં. અમેરિકાના વિઝા મળે તો રૂ.45 લાખ આપવાનું નક્કી કર્યું હતું. આ માહિતીના આધારે સીઆઇડી ક્રાઇમે મુંબઇ જઇને દહીસર ભક્તિ કોમ્પલેક્સમાં રહેતા આરોપી નૌશાદ મુશા સુલતાનની ધરપકડ કરી હતી. સીઆઈડી ક્રાઈમ બ્રાન્ચે નૌશાદની ધરપકડ કરીને તેને કરેલા ગુના વિશેની પૂછપરછ હાથ ધરી હતી.