તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Chief Minister's Suggestive Statement, Congress Is Everywhere Like Madhya Pradesh, We Will Get The Support Of All The MLAs.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મુખ્યમંત્રીનું સૂચક નિવેદન, કોંગ્રેસની હાલત બધે મધ્યપ્રદેશ જેવી છે, અમને તમામ ધારાસભ્યોનો સાથ મળશે

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
કોંગ્રેસને તેમના જ સભ્યો ઉપર વિશ્વાસ નથી: મુખ્યમંત્રી - Divya Bhaskar
કોંગ્રેસને તેમના જ સભ્યો ઉપર વિશ્વાસ નથી: મુખ્યમંત્રી
 • રાજ્યસભા ચૂંટણીને લઈ મુખ્યમંત્રીનું નિવેદન
 • ધારાસભ્યોને સાચવવા માટે કોંગ્રેસને કેમ્પો કરવા પડે છે,કોંગ્રેસની સ્થિતિ દયનીય

ગાંધીનગરઃ રાજ્યસભાની ચૂંટણીને પગલે હાલ ગુજરાતમાં રાજકીય માહોલ ગરમાયો છે. આજે ભાજપના ત્રણ અને કોંગ્રેસના બે ઉમેદવારોએ ઉમેદવારી ફોર્મ ભરી દીધા છે. ભાજપના ઉમેદવારો જ્યારે ફોર્મ ભરવા આવ્યા ત્યારે તેમની સાથે મુખ્યમંત્રી રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સાથે રહ્યાં હતા. આ દરમિયાન મુખ્યમંત્રીએ જણાવ્યું કે, કોંગ્રેસની સ્થિતિ દયનીય થઈ ગઈ છે. કોંગ્રેસને જીતવા મામલે આશંકા છે, તેમને તેમના જ સભ્યો ઉપર શંકા દેખાઈ રહી છે અને એટલે જ ધારાસભ્યોને સાચવવા માટે તેમને કેમ્પો કરવા પડે છે અને વિવિધ હોટલોમાં લઈ જવાની સ્થિતિનું નિર્માણ થયું છે, કારણ કે કોંગ્રેસને તેમના જ સભ્યો ઉપર વિશ્વાસ નથી.  આ તબક્કે રાજકીય નિવેદન કરતા જણાવ્યું હતું કે કોંગ્રેસની સ્થિતિ તમામ જગ્યાએ આવી જ છે અને એટલે જ મધ્યપ્રદેશની ઘટનાએ માત્ર ઝંખી સમાન છે. રાજ્યસભાની ચૂંટણીમાં અમને તમામ ધારાસભ્યોનો સાથ મળશે, એવું રાજકીય સૂચક નિવેદન મુખ્યમંત્રીએ કર્યું હતું.

અમારા ત્રણેય ઉમેદવારોનો વિજય થશેઃ મુખ્યમંત્રી
મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું કે, રાજ્યસભાની ચૂંટણીમાં અમારા ત્રણેય ઉમેદવારોનો વિજય થશે, કારણ કે આ કસાયેલા ઉમેદવારો છે. એટલું જ નહીં પાર્ટીના સિનિયર કાર્યકરો પણ રહ્યા છે, ત્યારે તેમનું પક્ષમાં યોગદાન પણ રહ્યું છે. તેઓ નેતૃત્વ કરી શકે તેવા સક્ષમ છે. અમારા ઉમેદવારો અભય ભારદ્વાજ, રમીલાબેન બારા અને નરહરિ અમીન યશસ્વી રીતે જીત હાંસલ કરશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો