કચ્છ / ગુજરાતના સફેદ રણનો બદલાયો નજારો, ‘વાયુ’ના પગલે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું

Divyabhaskar.com

Jun 12, 2019, 10:59 PM IST

અમદાવાદઃ ગુજરાતના દરિયાકાંઠે ‘વાયુ’ વાવાઝોડું ત્રાટકવાનું છે. જેના પગલે ગુજરાતના વાતાવરણમાં પલટો આવ્યો છે. ગુજરાતની વૈશ્વિક ઓળખ સમા કચ્છના સફેદ રણનો પણ નજારો બદલાઈ ગયો છે. ‘વાયુ’ના પગલે બદલાયેલા હવામાનમાં સફેદ રણે પણ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. એગ્રો કેમિકલ્સ બનાવતાં ઔદ્યોગિક ગૃહની કોલોની અને ધોરડો નજીકના રસ્તે રેતીની ડમરી અને આંધીએ બુધવારે સાંજે ભયાવહ દ્રશ્યો સર્જ્યા હતા. અંદાજે એક કલાક સુદી ચાલેલું પવનનું આ તાંડવ સાંજ આથમ્યાં પછી શમી ગયું હતું.

X

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી