અમદાવાદ / બાઇકસવાર યુગલ આંગડિયાના 6 લાખ ભરેલી બેગ ઝૂંટવી ગયાં

chain Snatchers case at ahemdabad

નવરંગપુરામાં સમર્પણ ચાર રસ્તા નજીક શેરબ્રોકરની બેગ લૂંટાઈ

  • ‘અમને કાર કેમ અથડાવી પગમાં વાગ્યું’ કહી કારચાલકને રોક્યો હતો

Divyabhaskar.com

Jun 12, 2019, 10:35 PM IST

અમદાવાદ: નવરંગપુરામાં સમર્પણ ચાર રસ્તા નજીક બાઈકસવાર મહિલા અને પુરુષે એક ઈનોવા કારના ચાલક પાસે જઈને ‘તમારી ગાડીથી અમને વાગ્યું અને લોહી નીકળે છે’તેવું કહીને કાર પડેલી 6 લાખ ભરેલી બેગ ઝૂંટવી હતી. આ અંગે કારચાલકે નવરંગપુરા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

જજીસ બંગલા પાસેના વાઇસરોય વિલામાં રહેતા અને કોર્પોરેટ રોડ પર ભાડેથી દુકાન ધરાવીને શેરબજારનું ટ્રેડિંગ કરતા મિલન દોશી (38)એ નોંધાવેલી ફરિયાદ અનુસાર, તેઓ બુધવારે સાંજે ઇનોવા લઈને સીજી રોડ પરની કીર્તિ અંબાલાલ આંગડિયા પેઢીમાંથી રૂ. 6 લાખ લઈને નીકળ્યા હતા અને રૂપિયા ભરેલી બેગ ડ્રાઇવિંગ સીટની બાજુની સીટમાં મૂકી હતી. તેઓ સમર્પણ ચાર રસ્તા થઈને આઈડીબીઆઈ બેંક સામેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે એક બાઇકચાલકે તેમની ગાડી સાથે પાછળથી બાઇક અથડાવ્યું હતું અને મિલનને ગાડી રોકવા કહ્યું હતું, પરંતુ મિલને ગાડી રોકી ન હતી

બોડીલાઇન ચાર રસ્તાથી યુટર્ન લઈને આઈડીબીઆઈ બેંક પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે તે જ બાઇકચાલક અને તેની પાછળ બેઠેલી મહિલાએ મિલનની ગાડીની આગળ બાઇક ઊભું રાખી આંતરીને તેમને રોક્યા હતા.મહિલાએ મિલનને કહ્યું હતું કે, તમારી ગાડીથી બાઇકને અકસ્માત થયો છે, જેમાં મને પગમાં વાગ્યું છે, લોહી નીકળે છે, તેમ કહીને પગમાંથી લોહી નીકળતું હોવાનું બતાવાના બહાને મિલનને ગાડીમાંથી બહાર બોલાવ્યા હતા. ત્યાં સુધીમાં તે બંને બાઇક લઈને જતા રહ્યાં હતાં. જ્યારે મિલને ગાડીમાં આવીને જોયું તો બાજુની સીટમાં મૂકેલી રૂ. 6 લાખ ભરેલી બેગ ન હતી.

X
chain Snatchers case at ahemdabad

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી