તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મોરબી ખાતેની ટાઇલ્સ ઉત્પાદક કંપની પર CGSTના દરોડા

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
  • ઉંઝામાં ટાઇલ્સ ભરેલી ટ્રકો ઝડપાયા બાદ તપાસ મોરબી પહોંચી
  • બોગસ ઇ-વે બિલ અને 48 લાખની બોગસ આઇટીસી ઝડપાઈ

અમદાવાદ: તાજતરમાં સેન્ટ્રલ ગૂડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા મોરબીની ટાઇલ્સ ઉત્પાદક કંપની એશિયન ગ્રેનાટો લિમિટેડ ઇન્ડિયા દ્વારા બોગસ ઇ-વે બિલ અને બોગસ આઇટીસી લીધી હોવાનું રેકેટ ઝડપી પાડ્યું છે. સીજીએસટીની ટીમે પાલનપુર ખાતે બોગસ ઇ-વે બિલના આધારે ટાઇલ્સ ભરેલી ટ્રકો ઝડપી હતી. જેના આધારે તપાસ કરતા આ કંપની મોરબીની એશિયન ગ્રેનાટો પ્રા.લિ. ઇન્ડિયાની હોવાનું બહાર આવ્યું છે. જેના આધારે બોગસ આઇટીસીના વ્યવહારો પણ અધિકારીઓના હાથમાં આવ્યા છે. 

બોગસ આઇટીસી રૂ. 48,43,363 હોવાનું બહાર આવ્યું હતું
તાજેતરમાં જીએસટી ડિપાર્ટમેન્ટે ઉંઝા અને પાલનપુર બોર્ડર પર બોગસ ઇ-વે બિલથી ટાઇલ્સની હેરાફેરી કરતી ટ્રકોને ઝડપી હતી. જે સંદર્ભે ટાઇલ્સ ઉત્પાદક એશિયન ગ્રેનાટો લિ.ની ઓફિસ અને તેના પ્લાન્ટ પર દરોડા પાડ્યા હતા. દરોડા દરમિયાન જીએસટી ડિપાર્ટમેન્ટને બોગસ ખરીદીના દસ્તાવેજો મળતા અને તેમાં લીધેલી બોગસ આઇટીસી રૂ. 48,43,363 હોવાનું બહાર આવ્યું હતું. જેને કંપનીના અધિકારીઓ દ્વારા સ્વીકારી લેવામાં આવી છે અને દરોડાના દિવસે તેટલા રૂપિયા ભરી દેવામાં આવ્યા છે. વધારાની ડિટેઈલ મેળવાઈ રહી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

વધુ વાંચો