વિવાદ / આનંદીબેનના પૌત્રની FB પોસ્ટ-‘ગરબા માટે જાણીતી સેપ્ટ યુનિવર્સિટી હવે દારૂ અને ડ્રગ્સ માટે બદનામ’

ફાઇલ તસવીર
ફાઇલ તસવીર

  • પૂર્વ CM આનંદીબેન પટેલના પૌત્ર ધર્મ પટેલની FB પોસ્ટથી વિવાદ
  • ધર્મ પટેલે પોસ્ટમાં નવરાત્રિના આયોજનને લઈને ઉઠાવ્યા સવાલ

Divyabhaskar.com

Oct 10, 2019, 06:35 AM IST
અમદાવાદ: સેપ્ટમાં આયોજીત થતા ગરબામાં લુખ્ખાઓના ત્રાસ અને મેનેજમેન્ટની નિષ્ફળતાને લઈને વિવાદનો મધપૂડો છેડાયો છે. પૂર્વમુખ્યમંત્રી આનંદી બહેન પટેલના પૌત્ર અને સેપ્ટ યુનિવર્સિટીના પૂર્વ સ્ટુડન્ટ્સ ધર્મ પટેલે ફેસબુક પર પોતાનો રોષ ઠાલવતા નવરાત્રિનું આયોજન કરતા સ્ટુડન્ટ્સ એસોસિએશનની નિષ્ફળતાનો બળાપો કાઢ્યો હતો.ધર્મ પટેલે સિટી ભાસ્કર સાથેની ટેલિફોનિક વાતચીતમાં કહ્યું કે, મને સેપ્ટ સામે કોઈ પ્રોબ્લમ નથી પરંતુ જ્યારે સેપ્ટમાં દારૂ, ડ્રગ્સ અને લુખ્ખાઓના ત્રાસને લઈને સમાચારો સાંભળું છું ત્યારે મારી સેપ્ટના પૂર્વ વિદ્યાર્થી તરીકે લાગણી દુભાય છે’.
ગરબાનું આયોજન કરનાર સ્ટુડન્ટ્સ ફેઈલ
પોતાની ફેસબુક પોસ્ટમાં ધર્મ પટેલે આડકતરી રીતે સેપ્ટ મેનેજમેન્ટ પર પણ નિશાન તાક્યુ છે. ધર્મની પોસ્ટમાં નવરાત્રિનું આયોજન કાયદા અને સુરક્ષા વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને કરવામાં મેનેજમેન્ટ ફેઈલ થયું છે અને તેની પાછળના કારણોમાં મેનેજમેન્ટ સ્ટુડન્ટ્સ પાસે છે તેવું લાગી રહ્યું છે.
શું કહે છે સેપ્ટનાં સત્તધીશો?
આ વર્ષે સેપ્ટની નવરાત્રિમાં થયેલી બાબલો અને ધર્મ પટેલની પોસ્ટ અંગે જ્યારે સિટી ભાસ્કરે સેપ્ટ યુનિવર્સિટીનો સંપર્ક કરતા સત્તાધીશોએ કહ્યું કે, આ વર્ષે નવરાત્રિને લઈને જે કઈ પણ કારણો જણાશે તેને લઈને સેપ્ટ કડક પગલા લેશે. જેથી ભવિષ્યમાં આવું ન થાય.
સ્ટુડન્ટ્સના ગરબામાં બહારના લોકો કેમ આવે છે
પૂર્વ સેપ્ટ સ્ટુડન્ટ્સ ધર્મ પટેલે જણાવ્યુ હતુ કે, સેપ્ટના ગરબા માત્ર સ્ટુડન્ટ્સ માટે થાય છે તેમ છતાં સ્ટુડન્ટ્સની સાથે બીજા લોકો અને પોલીસના ખાસ લોકો કેમ્પસમાં આવી જાય છે. એક સમયે ગરબા માટે જાણીતી સેપ્ટ હવે દારૂ અને ડ્રગ્સ માટે બદનામ અને ચર્ચાનો વિષય બન્યો છે. આથી મારો પ્રશ્ન છે કે કેમ 4 હજાર લોકોની ઈવેન્ટને 21 વર્ષના છોકરાને મેનેજ કરવા અપાય છે?
X
ફાઇલ તસવીરફાઇલ તસવીર
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી