અમદાવાદ / વસતિ ગણતરી 2021, ગુજરાતમાં મે 2020થી પ્રારંભ, પ્રથમવાર મોબાઈલ એપનો ઉપયોગ કરાશે

Census 2021 beginning from may 2020 in Gujarat, first time mobile app to be used

 

  • રાજ્યમાં મે-જૂન-2020થી વસતિ ગણતરી શરૂ થશે અને સપ્ટે.2020 સુધી ચાલશે

Divyabhaskar.com

Nov 20, 2019, 07:15 PM IST

અમદાવાદઃ વર્ષ 2021માં દેશમાં યોજાનારી વસતિ ગણતરીના પડઘમ વાગવાની શરૂઆત થઈ ગઈ છે. વસતિ ગણતરી 2021 વર્ષ 1872થી સળંગ શૃંખલામાં 16મી અને આઝાદી પછીની 8મી વસતિ ગણતરી છે. ગજરાતમાં આ વસતિ ગણતરીનો પ્રથમ તબક્કો મે-જૂન-2020થી શરૂ થશે અને સપ્ટેમ્બર 2020 સુધી ચાલશે. આ વસતિ ગણતરીની કામગીરી રાજ્યના 33 જિલ્લાના 251 તાલુકાઓમાં હાથ ધરાશે. આ વસતિ ગણતરીમાં ગુજરાતમાં સૌ પ્રથમવાર મોબાઇલ એપ્લિકેશનનો પણ ઉપયોગ કરવામાં આવશે.

પ્રથમ તબક્કામાં ઘર યાદીકરણની સાથે રાષ્ટ્રીય વસતિ પત્રકની માહિતી અદ્યતન કરાશે
આ અંગે વસતિ ગણતરી કચેરીના નાયબ નિયામક ડૉ. સંચિતા સરકારે જણાવ્યું કે, ભારતની વસતિ ગણતરી વિશ્વની એકમાત્ર વિશાળ વહીવટી કવાયત છે. ભારતની વસતિ ગણતરી અંતરાય વિના અવિરત પણે દર દસ વર્ષે નિર્ધારિત સમયપત્ર અનુસાર સંપન્ન કરવામાં આવે છે, એટલું જ નહીં પુર, રોગચાળો, કુદરતી આફતો, રાજકીય અશાંતિ જેવી વિકટ પરિસ્થિતિમાં પણ અંતરાય વિના વસતિ ગણતરીની કામગીરી સફળ રીતે પૂર્ણ થઇ છે. આગામી 2021ની વસતિ ગણતરીમાં આ વખતે પ્રથમ વખત માહિતી એકત્રિત કરવા મોબાઇલ એપનો ઉપયોગ કરાશે. વસતિ ગણતરીના પ્રથમ તબક્કામાં ઘર યાદીકરણની સાથે રાષ્ટ્રીય વસતિ પત્રક(NPR)ની માહિતી અદ્યતન કરવાની ક્ષેત્રીય કામગીરી પણ કરાશે. વસતિ ગણતરી 2021ની ક્ષેત્રીય કામગીરીનું સંચાલન, દેખરેખ સેન્સેસ 2021ના CMMS પોર્ટલ દ્વારા કરાશે. જેથી વસતિ ગણતરીમાં એકત્રિત માહિતીના પરિણામ ઝડપથી પ્રસિદ્ધ કરી શકાશે.

X
Census 2021 beginning from may 2020 in Gujarat, first time mobile app to be used

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી