તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વૈષ્ણોદેવી સર્કલ નજીક ટ્રક પાછળ કાર ઘૂસી જતાં યુવતીનું મોત, 1 ગંભીર

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • અકસ્માતમાં કારનો આગળનો ભાગ દબાઈને બુકડો બોલી ગયો

ગાંધીનગર: વૈષ્ણોદેવી સર્કલ પાસે રસ્તા પર  ઊભેલા ટ્રક પાછળ કાર ઘૂસી હતા એક યુવતીનું મોત થયું છે કાર ચાલકને ઈજા થતાં સારવાર માટે પાસેની હોસ્પિટલમાં ખસેડાયો છે.

પોલીસે ઈટોઓસ કાર ચાલક સામે ગુનો નોંધ્યો
મંગળવારે સાંજના સુમારે વૈષ્ણોદેવી સર્કલ પાસે ટ્રકની પાછળ કાર ઘૂસી ગઈ હતી, જેમાં કારમાં સવાર વૈભવી શાહ (33 વર્ષ, વેજલપુર) નામની યુવતીનું ઘટના સ્થળે મોત થયું હતું જ્યારે કાર ચાલક હાર્દિકસિંહ વાઘેલા (34 વર્ષ, ચાંદખેડા)ને ગંભીર ઈજાઓ પહોંચતા તેને સારવાર માટે વૈષ્ણોદેવી સર્કલ આવેલી હોસ્પિટલમાં જ ખસેડાયો હતો. અકસ્માતને પગલે મૃતક વૈભવીના પિતરાઈ પરાગ જનકભાઈ બ્રહ્મભટ્ટની ફરિયાદના આધારે અડાલજ પોલીસે ઈટોઓસ કાર નંબર GJ-01-HV-5700ના ચાલક સામે ગુનો નોંધ્યો છે.

કારની સ્પીડ વધુ હોવાથી કાબૂમાં ન રહી
અકસ્માતમાં કારને કચ્ચરઘાણ થઈ જતા પોલીસને શંકા છે કે કારની સ્પીડ વધુ હોવી જોઈએ. જેને કારણે ચાલક સમયસર બ્રેક પણ નથી મારી શક્યો અને કાર ટ્રકની પાછળ ઘૂસી ગઈ હતી. જોકે, હાલ યુવકની સ્થિતિ સારી ન હોવાથી તેના નિવેદન બાદ જ તેઓ ક્યાંથી આવતા હતા અને અકસ્માતનું ખરેખર કારણ શું તે જાણી શકાશે.