તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગૌણ સેવા પસંદગી મંડળની ઓફિસની બહાર ઉમેદવારોએ હોબાળો મચાવ્યો

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
 • ઉમેદવારો ગૌણ સેવા પસંદગી મંડળની ઓફિસે રજુઆત કરવા ગયા હતા
 • કર્મચારીઓએ ઓફિસને તાળા મારી દીધા, પરીક્ષાર્થીઓ સુત્રોચ્ચાર કર્યા

ગાંધીનગર: બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષાઓ છેલ્લા સમયે રદ કરવામાં આવતા સમગ્ર રાજ્યમાં વિદ્યાર્થીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. વારંવાર આવી રીતે પરીક્ષાઓમાં છેલ્લા સમયે કરવામાં આવતા ફેરફારોથી વિદ્યાર્થીઓની તૈયારીઓ પર પાણી ફરી વળે છે અને પૈસાનું પણ પાણી થાય છે. ત્યારે આજે ઉમેદવારો ગાંધીનગર ગૌણ સેવા પસંદગી મંડળની ઓફિસે રજુઆત કરવા ગયા હતા. ઉમેદવારોને જવાબ ન મળતા હોબાળો કર્યો હતો. કર્મચારીઓએ ઓફિસને તાળાં મારી દીધા હતા. ઉમેદવારોના હોબળાના પગલે પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી.

કોંગ્રેસ પણ 15 ઓક્ટોબરના રોજ દેખાવો કરશે
બિન સચિવાલય કલાર્કની પરીક્ષા રદ કરવામાં આવતા 15 ઓક્ટોબરના રોજ કોંગ્રેસ દ્વારા જિલ્લા મથકો પર દેખાવો કરવામાં આવશે. વર્ગ-3ની 3500 જગ્યા માટે રાજ્યભરમાંથી 10.45 લાખ યુવાનો આ પરીક્ષા આપવાના હતા. જેના કારણે ઉમેદવારો નિરાશ થયા હતા. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા બિન સચિવાલય સેવા કારકૂન તેમજ સચિવાલય આસિસ્ટન્ટની ખાલી જગ્યાઓ માટે પરીક્ષા લેવાની હતી. આ પરીક્ષાની જાહેરાત કરાતા ઉમેદવારો તૈયારીમાં લાગી ગયા હતા. અચાનક આ પરીક્ષા રદ કરાતા કોંગ્રેસે બેરોજગારીના પ્રશ્ને રાજ્યના તમામ જિલ્લા મથકો પર દેખાવ કરવાની જાહેરાત કરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો