CA ફાઈનલમાં જૂના કોર્સનું 21.69, નવાનું 19.48 ટકા પરિણામ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • અમદાવાદનું નવા કોર્સનું પરિણામ 2 ટકા ઓછું

અમદાવાદ: સીએ ઈન્સ્ટિટ્યૂટએ  મે -જૂનમાં લીધેલી સીએ ફાઈનલ ઓલ્ડ કોર્સ પરીક્ષાનું અમદાવાદ બ્રાન્ચનું 21.69 ટકા, જ્યારે ન્યૂ કોર્સનું 19.48  ટકા પરિણામ જાહેર કર્યુ છે. જે ઓલ્ડ કોર્સની પરીક્ષાના પરિણામ કરતા 2.21 ટકા ઓછું આવ્યું છે. ઓલ ઈન્ડિયા લેવલ પર ઓલ્ડ કોર્સમાં ટોપ 50માં 11 વિદ્યાર્થીઓ,જ્યારે  ન્યૂ કોર્સમાં ત્રણ વિદ્યાર્થીઓએ સ્થાન લીધું છે.  બીજી તરફ ઓલ ઈન્ડિયા લેવલ પર સીએ ફાઈનલ ઓલ્ડ કોર્સનું પરિણામ 23.72 ટકા આવ્યું છે, જે ન્યૂ કોર્સના 17.55  ટકા પરિણામ કરતા 6.17 ટકા વધારે છે.
ટોપ 50ના રેન્કર​​​​​​​

નામ AI રેન્ક
સાયનિકા રોય 4
મોનિષ કાનાબા ર9
ધીરજ ડુગર 25
કૈવલ પટેલ 29
અભિષેક પટેલ 35
દર્શન મોદી 38
ભૂમિ પટેલ 39
શગુન મુન્દ્રા 41
આયુષી શાહ 42
અંકિત ઇનાની 43
વિહાંગી શાહ 43
ન્યૂ કોર્ષ રેન્ક
શાહ આનંદ 12
આષ્કા શાહ 13
સ્વાતિ મહેશ્ર્વરી 29

અન્ય સમાચારો પણ છે...