અમદાવાદ / ત્રણ જિલ્લા પંચાયત અને 41 તા.પંચાયતની પેટાચૂંટણી જાહેર, 29 ડિસે.એ મતદાન અને 31મી પરિણામ

9 ડિસેમ્બરના રોજ ઉમેદવારી ફોર્મ ભરવાની શરૂઆત થશે
9 ડિસેમ્બરના રોજ ઉમેદવારી ફોર્મ ભરવાની શરૂઆત થશે

Divyabhaskar.com

Dec 02, 2019, 03:46 PM IST

અમદાવાદઃ રાજ્યમાં ફરીવાર પેટાચૂંટણી યોજાવા જઈ રહી છે. આજે રાજ્ય ચૂંટણીપંચે ત્રણ જિલ્લા પંચાયત બેઠકો અને 41 તાલુકા પંચાયત બેઠકો પર પેટાચૂંટણી જાહેર કરી છે. આ પેટાચૂંટણી માટે 9 ડિસેમ્બરના રોજ ઉમેદવારી ફોર્મ ભરવાની શરૂઆત થશે. જ્યારે 17 ડિસેમ્બર સુધીમાં ફોર્મ પાછા ખેંચી શકાશે. જ્યારે 29 ડિસેમ્બર(રવિવાર)ના રોજ મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. તેમજ જો પુનઃમતદાન યોજવું પડે તો તે 30 ડિસેમ્બરના રોજ યોજાશે. જ્યારે 31 ડિસેમ્બરના રોજ મતગણતરી યોજાશે.

જિલ્લા અને તાલુકા પંચાયતની કઈ કઈ બેઠકો પર ચૂંટણી છે તે અંગેનું લિસ્ટ જાણવા અહીં ક્લિક કરો

અમદાવાદ જિલ્લા પંચાયતની બે હેબતપુર અને શિયાળ બેઠક પર જ્યારે પોરબંદર જિલ્લા પંચાયતની રાણાકંડોરણા બેઠક પર ચૂંટણી યોજાશે.

X
9 ડિસેમ્બરના રોજ ઉમેદવારી ફોર્મ ભરવાની શરૂઆત થશે9 ડિસેમ્બરના રોજ ઉમેદવારી ફોર્મ ભરવાની શરૂઆત થશે

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી