બજેટ 2020 / ગુજરાતમાં ધોળાવીરા, લોથલમાં મ્યુઝિયમ બનશે, ગિફ્ટ સિટીમાં બુલિયન એક્સચેન્જ

Budget to be allocated for Modi's Dream Project Gift City

  • ગિફ્ટ સિટીમાં ગોલ્ડ રિફાઇનિંગ અને ટેસ્ટિંગ લેબ શરૂ કરવાની જાહેરાત
  • નાણાંમંત્રીએ ગુજરાતને અનેક લાભો, રાહતો અને યોજનાઓ આપી
  • દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વે 2023 સુધી પૂર્ણ કરાશે

Divyabhaskar.com

Feb 02, 2020, 01:26 AM IST

નવી દિલ્હીઃ કેન્દ્રના શનિવારે જાહેર થયેલા 2020-21ના બજેટમાં ગુજરાતને પ્રવાસન તથા ગિફ્ટ સિટી માટે મોટી જાહેરાત કરવામાં આવી છે. ટુરિઝમ વિકસાવવા માટે 2500 કરોડ રૂપિયા ફાળવાયા છે. તે હેઠળ ઐતિહાસિક સ્થળને વિકસાવાશે. ગુજરાતમાંથી ધોળાવીરા અને લોથલની પસંદગી કરવામાં આવી છે. આ બંને સ્થળે મ્યુઝિયમ બનાવાશે. લોથલમાં મેરીટાઈમ મ્યુઝિયમ બનાવાશે. ધોળાવીરામાં સાંસ્કૃતિક મ્યુઝિયમ બનાવાશે.

બુલેટ ટ્રેનને ગતિ આપવા આયોજન
આ ઉપરાંત ગાંધીનગર ખાતે આવેલા ગિફ્ટ સિટીમાં ઇન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જની શરૂઆત કરાશે. અત્યાર સુધીમાં ગિફ્ટ સિટી આઈબીસીના દરજ્જાને કારણે અનેક આંતરરાષ્ટ્રીય સંસ્થા ધરાવે છે. આ ઉપરાંત કેન્દ્ર સરકારે દેશમાં ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી અને રક્ષા શક્તિ યુનિવર્સિટીની સ્થાપના કરવાનું પણ નક્કી કર્યું છે. ગુજરાત મોડલની આ બંને યુનિવર્સિટીથી દેશના અન્ય રાજ્યોમાં આતંકવાદ અને ઘૂસણખોરી તથા સાઈબર ક્રાઈમ નાથવામાં મદદ મળશે. આ અગાઉ દ્વારકામાં અંડર વોટર મ્યુઝિયમ બનાવવા માટે પણ મંજૂરી અપાઈ ચૂકી છે. બુલેટ ટ્રેન પ્રોજેક્ટને ગતિ આપવા માટે પણ આયોજન કરાયું છે. બુલેટ ટ્રેન માટેની 90 ટકા જમીન આગામી દિવસોમાં સંપાદન કરી લેવાશે તેવો વિશ્વાસ પણ વ્યક્ત કરાયો છે.

લોથલમાં મેરિટાઈમ મ્યુઝિયમ બનશે
નાણાંમંત્રીએ લોથલમાં મેરિટાઈમ મ્યુઝિયમ બનાવવાની જાહેરાત કરી છે. લોથલના પૂરાતત્વીય અવશેષો અમદાવાદના ધોળકા તાલુકામાં સરગવાલા ગામ પાસે બે કિલોમીટર દૂર આજે પણ ભવ્ય ભૂતકાળની સાક્ષી પૂરતા ઉપલબ્ધ છે. અહીં ઉત્ખલન પ્રો.એસ.આર.રાવના આગેવાનીમાં ઈ.સ.1955-62 દરમિયાન થયેલું હતું. જેમાં આશરે ઈ.સ. પૂર્વે 2500-1900 વર્ષો જૂની હડ્ડપન સંસ્કૃતિના લોથલ બંદર ગામે અવશેષો મળ્યા હતા. ત્યાં કોટ એટલે કિલ્લો અને નગર એમ બંને હતાં એમ જણાયું હતું.

ધોળાવીરામાં આર્કિયોલોજિકલ રિડેવલપ કરાશે
કેન્દ્રીય બજેટમાં કચ્છ જિલ્લામાં આવેલા ધોળાવીરાને આર્કિયોલોજીકલ સાઈટ તરીકે રિડેવલપ કરવાની જાહેરાત કરી છે. ધોળાવીરા એ પ્રાચીન મહાનગર સંસ્કૃતિનું લુપ્તપ્રાય નગર છે. કચ્છના ભચાઉ તાલુકાના ખડિરબેટ વિસ્તારમાં આવેલું છે. આ સંસ્કૃતિ પાંચ હજાર વર્ષ જૂની છે અને એ વખતે લગભગ પચાસ હજાર લોકો આ મહાનગરમાં રહેતા હતા તેવું અનુમાન છે. આખું નગર, પાણીની વ્યવસ્થા, રાજમહેલ કે પ્રાંતના મહેલની રચના, લોકોની રહેણી કરણી વગેરે જોવા જેવું છે. સ્થાનિક લોકો ધોળાવીરાને કોટડો કે કોટડા ટિંબા તરીકે ઓળખે છે. મૂળ તો આ સ્થળ ધોળાવીરા ગામની નજીક આવેલું હોવાને કારણે તેનું નામ ધોળાવીરા પડી ગયું છે.

દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વે 2023 સુધી પૂર્ણ કરાશે
કેન્દ્રીય બજેટમાં દિલ્હી-મુંબઈ એક્સુપ્રેસ-વેની 2023 સુધી પૂર્ણ થઈ જશે તેવી જાહેરાત કરી છે. આ યોજના ત્રણ વર્ષમાં પૂરી થઈ જશે અને આ બે શહેર વચ્ચેનું અંતર 280 કિ.મી. કપાઈ જશે, જેથી તમે કારમાં ફક્ત 12 કલાકમાં આ અંતર કાપી શકશો. હાઈવે માટે જમીન હસ્તાંતરણનું કામ પણ પૂરું થઈ ગયું છે. આ ઉપરાંત કુલ 60માંથી 32 કોન્ટ્રાક્ટ પણ આપી દેવાયા છે. આ હાઈવે ગુરુગ્રામ નજીક સોહનાથી શરૂ થઈને મુંબઈ સુધી જશે.

X
Budget to be allocated for Modi's Dream Project Gift City
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી