અમદાવાદ / વિધાનસભામાં MLAના ભાષણોનો વિડીયો વાયરલ કરી બ્લેકમેલ કરાય છેઃ નીતિન પટેલ

વિધાનસભા ગૃહમાં બોલી રહેલા નીતિન પટેલની ફાઈલ તસવીર
વિધાનસભા ગૃહમાં બોલી રહેલા નીતિન પટેલની ફાઈલ તસવીર

  • ધારાસભ્ય અહીં ભાષણ દરમિયાન આક્ષેપો કરે છે,તેનો વિડીયો બહાર ફરતો થાય છેઃ નીતિન પટેલ
  • વિધાનસભા અધ્યક્ષે કાર્યવાહીનું રેકોર્ડિંગ ન કરવાની કડક સૂચના આપી
  • વિધાનસભા અધ્યક્ષની સૂચનાનો કોંગ્રેસના ધારાસભ્યોએ વિરોધ કર્યો 
  •  ઓડિયો કે વિડીયો રેકોર્ડીંગ કરી વાયરલ કરવો વિશેષાધિકારનો ભંગ ગણાશે: સંસદીય બાબતોના રાજ્યમંત્રી

Divyabhaskar.com

Jul 12, 2019, 07:59 PM IST

અમદાવાદઃ ગુજરાત વિધાનસભામાં ધારાસભ્યો દ્વારા ઉઠાવાતા મુદ્દાઓના ભાષણના વિડીયો વાયરલ થવા મામલે નીતિન પટેલે ગૃહમાં ગંભીર આક્ષેપ કર્યો છે. નાયબ મુખ્યમંત્રીએ આક્ષેપ કર્યો કે, ધારાસભ્યો દ્વારા થઈ રહેલા આક્ષેપોનો વિડિયો વાયરલ કરીને અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોને ધમકાવી બ્લેકમેલ કરવામાં છે. આ આક્ષેપ બાદ વિધાનસભા અધ્યક્ષ ડૉ.રાજેન્દ્ર ત્રિવેદીએ વિધાનસભાની કાર્યવાહીનું રેકોર્ડિંગ ન કરવા માટેની કડક સૂચના આપી હતી. જેની સામે કોંગ્રેસના ધારાસભ્યોએ વિરોધ વ્યક્ત કર્યો હતો. જ્યારે આ અંગે સંસદીય બાબતોના રાજ્યમંત્રી પ્રદિપસિંહે કહ્યું કે, કોઇ સભ્ય દ્વારા ઓડિયો કે વિડીયો રેકોર્ડીંગ કરી વાયરલ કરવો વિશેષાધિકારનો ભંગ ગણાશે.

મધ્યાહન ભોજનમાં ચાલતી ગોલમાલના આરોપો વચ્ચે નવો મુદ્દો ઉઠ્યો

ગુજરાત વિધાનસભામાં આજે શિક્ષણ વિભાગની ચર્ચા દરમિયાન કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલે આદિવાસી વિસ્તારમાં મધ્યાહન ભોજન યોજનામાં ગોલમાલ ચાલતી હોવાનો આક્ષેપ કર્યો હતો. જેનો ભાજપના ધારાસભ્ય નરેશ પટેલે વિરોધ કરીને અધ્યક્ષને જાણ કરી હતી કે, ધારાસભ્યો ગૃહમાં બોલે છે તેનો વિડીયો બહાર ફરતો થાય છે. આ ચર્ચા દરમિયાન નાયબ મુખ્યમંત્રીએ દરમિયાનગીરી કરતા ઉગ્ર શબ્દોમાં જણાવ્યું હતું કે, ધારાસભ્ય અહીં ભાષણ દરમિયાન આક્ષેપો કરે છે, જેનો વિડીયો બહાર ફરતો થાય છે અને તેના આધારે અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોને ધમકાવીને બ્લેકમેલ કરવામાં આવે છે.


વિધાનસભા અધ્યક્ષે આ પ્રકારે જો વિડિયો ફરતા હોય તો તે હકીકત ખૂબ જ ગંભીરતાથી લેવા જણાવ્યું છે. ગૃહની કાર્યવાહી દરમ્યાન કોઈ સભ્ય દ્ધારા ઓડિયો કે વિડિયો રેકોર્ડિંગ કરી તેને વાયરલ કરવો તે બાબત તેવા સભ્ય દ્ધારા ગેરવર્તુણૂંક સમાન છે તે બાબત નિ:શંક છે. આ બાબત વિશેષાધિકારનો ભંગ બને છે કે કેમ તે પણ વિચારણા માંગી લે છે તેમ તેમણે ઉમેર્યું હતું.

X
વિધાનસભા ગૃહમાં બોલી રહેલા નીતિન પટેલની ફાઈલ તસવીરવિધાનસભા ગૃહમાં બોલી રહેલા નીતિન પટેલની ફાઈલ તસવીર
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી