અમદાવાદ / B K મેનેજમેન્ટ સ્કૂલમાં 6ઠ્ઠા નંબરે આવનાર વિદ્યાર્થીને ફર્સ્ટ આવનાર સ્ટુડન્ટ કરતા દોઢ ગણું વધારે પેકેજ ઓફર થયું

BK Management School offers the sixth package higher than the first coming student.

  •  B.K. મેનેજમેન્ટના સ્કૂલમાં નોન રેન્કરને પણ હાઇએસ્ટ પેકેજ મળી શકે
  • છેલ્લા બે વર્ષમાં 30માં રેન્ક પર આવનાર વિદ્યાર્થીઓને પણ હાઈએસ્ટ પેકેજ મળ્યા 

Divyabhaskar.com

Jun 18, 2019, 11:11 AM IST

નવલસિંહ રાઠોડ, અમદાવાદઃ આવનાર જમાનો ક્રિએટીવ અને પ્રેક્ટિલ ક્ષેત્રે એક્ટિવ રહેનાર વિદ્યાર્થીઓનો છે જેનું એક ઉદાહરણ ગુજરાત યુનિવર્સિટીના બી.કે. સ્કૂલ ઓફ મેનેજમેન્ટ સ્ટડી ખાતે જોવા મળ્યું હતું. જેમાં પ્લેસમેન્ટ ફેરમાં છઠ્ઠા નંબરે આવરના વિદ્યાર્થીને પહેલા નંબર પર આવેલા વિદ્યાર્થી કરતા દોઢ ગણું પેકેજ વધારે મળ્યું છે.

છઠ્ઠા નંબરે રહેનાર એમબીએ (ફાયનાન્સ) સ્ટુડન્ટ જીત ધનકને સેકન્ડ સેમમાં થયેલા પ્લેસમેન્ટમાં આઉટ ઓફ 4.13માંથી 3.4 સીજીપીએ સાથે સાત લાખ પેકેજ મળી ચુક્યું છે જ્યારે તેની સામે ફર્સ્ટ નંબર પર રહેનાર ફાયનાન્સ એમબીએ સ્ટુડન્ટને 3.7 સીજીપીએ સાથે 4.5 લાખનું પેકેજ મળ્યું છે. જે આધારે સિટી ભાસ્કરે છેલ્લા ત્રણ વર્ષના આંકડાઓ તપાસ્યા હતા જેમાં ટોપ નંબર પર રહેનાર કરતા અન્ય વિદ્યાર્થીને હાઈએસ્ટ પેકેજ મળ્યા હતા.

જેના આધારે સ્પસ્ટ થયું હતું કે, ક્લાસમાં તમે ભલે નંબર વન હોવ પરંતુ હાઈએસ્ટ પેકેજ તમને તમારી ક્રિએટીવિટી અને પ્રેક્ટિકલના આધારે જ મળે છે. રજિસ્ટર્ડ તમામ સ્ટુડન્ડસને પ્લેસમેન્ટ મળી ચૂક્યુ છે.

બે વર્ષ પહેલા 3.16 લાખનો ડિફરન્ટ હતો

ગત વર્ષે એમબીએ ફાયનાન્સ, માર્કેટીંગના વિદ્યાર્થીમાંથી પહેલા નંબર પર અવાનરને 6.5 લાખનું પેકેજ ઓફર કરાયું હતુ એ જ પેકેજ 30માં નંબર આવનાર આ જ સ્ટ્રીમના વિદ્યાર્થીઓને આપવામાં આવ્યું હતું. જો કે તેના આગળના વર્ષે એટલે તે 2017માં તો 30થી 35ની વચ્ચે રેન્ક મેળવનાર એમબીએ ઈન માર્કેટિંગ, ઓપરેશનના વિદ્યાર્થીને 6.16 લાખ અને પહેલા નંબર પર આવનાર એમબીએ ઈન એચ.આરના વિદ્યાર્થી માત્ર 3 જ લાખનું પેકેજ ઓફર થુયું હતું. જ્યારે આ વર્ષે પણ આ સિલસિલો ચાલું રહ્યો છે. કંપની દ્વારા પહેલા કે બીજા સેમેસ્ટરમાં જ વિદ્યાર્થીઓના ઈન્ટરવ્યૂ જે તે સમયના રિઝલ્ટના આધારે થઈ જાય છે.

જોબ ફેરમાં 68 વિદ્યાર્થીઓ સામે 150 કંપની

ડીમાન્ડને જોતા 150 જેટલી કંપનીઓ રજીસ્ટર્ડ થઈ હતી જેમાંથી 25 જ કંપનીઓએ 68 વિદ્યાર્થીઓના ઈન્ટરવ્યૂ કર્યા હતા. એટલે કે વિદ્યાર્થીઓ કરતા બમણી કંપનીઓ હતી. બાકીની કંપનીઓને ઈન્ટરવ્યૂ થઈ ચુક્યા હોવાથી ના કહેવી પડી હતી. જે અંગે બી.કે. સ્કૂલ ઓફ બિઝનેસ મેનેજમેન્ટના એમબીએ ડીપાર્ટમેન્ટના ડીરેક્ટર પ્રતીક કંચને કહ્યું કે, આ વર્ષે 81 વિદ્યાર્થીઓમાંથી 68 સ્ટુડન્ટે જ ઈન્ટરવ્યૂ માટે રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. જેમાં બધા વિદ્યાર્થીઓના પ્લેસમેન્ટ થતા 100 ટકા પ્લેસમેન્ટ થયું હતું.

પ્રેક્ટિકલ, ક્રિએટીવ લોકોની ઈન્ડસ્ટ્રીમાં માંગ

આવનાર સમય પ્રેક્ટિકલ અને ક્રિએટીવ જોબનો છે જે હેતુથી ઈન્ડસ્ટ્રીની પણ એ રીતની ડીમાન્ડ વધી રહી છે. અમે છેલ્લા 4 વર્ષથી યુનિવર્સિટીમાં બી.કે.ના સ્ટુડન્ટસને પ્લેસમેન્ટ માટેના ઈન્ટરવ્યૂની પણ ટ્રેનિંગ આપી રહ્યા છે. જેમાં કન્સલ્ટન્સી, રીટર્ન ટેસ્ટ, પ્રેક્ટિકલ માટે ગ્રુપ ડિસ્કશન, કમ્યુનિકેશન, મોક ઈન્ટરવ્યૂ, ટાઈમ મેનેજમેન્ટ, સેલિંગ સ્કિલ, વોટ ટુ વેર હાઉ ટુ વેર વગેરેની ટ્રેનિંગ આપી પ્રેક્ટિકલ બનાવીએ છીએ. પ્લેસમેન્ટ ઓફિસર, કિંજલ દેસાઈ, G.U.

ટેકનોલોજીકલ નોલેજ વધાર્યું હતું

ઈન્ટરવ્યૂનો કોઈ ફોરમ્યુલા નથી પરંતુ મેં ટેકનોલોજીનું નોલેજ વધાર્યું હતું. આ સાથે પ્રેક્ટિકલ વધાર્યું હતું. આ ઉપરાંત દરેક સબજેક્ટથી અવેર રહેવું, પર્સનાલિટી, કમ્યુનિકેશન અને ઈન્ડસ્ટ્રી ડિમાન્ડ દરેક બાબતો પણ ફોકસ કર્યું હતું. જીત ધનક, B.K., સ્ટુડન્ટ

આ વર્ષે 81 વિદ્યાર્થીઓમાંથી 68 સ્ટુડન્ટે જ ઈન્ટરવ્યૂ માટે રજીસ્ટ્રેશન કરાવ્યું હતું

વર્ષ હાઈએસ્ટ પેકેજ 1st રેન્કરના પેકેજ ડિફરન્ટ
2017 6.16 લાખ (રેન્ક 30) 3 લાખ 3.16 લાખ
2018 6.5 લાખ (રેન્ક 30) 6.5 લાખ 0
2019 7 લાખ (રેન્ક 6) 4.5 લાખ 1.5 લાખ
X
BK Management School offers the sixth package higher than the first coming student.
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી