ભાજપના મહામંત્રીએ અશ્લીલ ફોટા પાર્ટીના ગ્રૂપમાં શેર કર્યાં, માફી પણ માગી લીધી 

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • કમલેશ ત્રિપાઠી મને બદનામ કરીને મારું પત્તું કાપવા માગે છે: જેઠા ભરવાડ

ગાંધીનગર: અમદાવાદના સરખેજ વોર્ડના ભાજપના મહામંત્રી જેઠા ભરવાડે સોમવારે પક્ષના એક વોટ્સએપ ગ્રૂપમાં અશ્લીલ ફોટા પોસ્ટ કરતાં હોબાળો મચી ગયો છે. આ ગ્રૂપમાં ભાજપની કાર્યકર્તા, હોદ્દેદાર મહિલાઓ પણ છે અને તેમણે આ અંગે વાંધો ઉઠાવ્યો હતો. ત્યાર બાદ જેઠા ભરવાડને આ ગ્રૂપમાંથી રિમૂવ કરી દેવામાં આવ્યા હતા. ભરવાડના જ કેટલાંક સમર્થકોએ વાઇરસને કારણે આવું થયું હોવાનું જણાવી તેમનો બચાવ કર્યો હતો.

મારાથી ભૂલથી આ થયું હોવું જોઇએ, મેં માફી પણ માગી લીધી 
આ સંદર્ભે દિવ્ય ભાસ્કર સાથે વાત કરતા ભરવાડે જણાવ્યું કે મારાથી ભૂલથી આ થયું હોવું જોઇએ અને મેં માફી પણ માગી લીધી હતી, પણ આખાય કૃત્યમાં મારી વિરુદ્ધ કેટલાંક લોકો કામ કરી રહ્યાં છે. હું નિષ્ઠાવાન હોવાથી થોડાં જ સમયમાં મને સરખેજ વોર્ડનો પ્રમુખ બનાવવામાં આવશે, પણ તેવું ન થાય તે માટે કમલેશ ત્રિપાઠી મને આ કિસ્સાથી બદનામ કરીને મારું પત્તું કાપવા માગે છે. આ બાબતમાં પક્ષના આંતરિક સૂત્રો તરફથી મળતી માહિતી અનુસાર ભરવાડ વરિષ્ઠ કાર્યકર્તા છે. તેમણે ઇરાદાપૂર્વક ન પણ કર્યું હોય છતાં જે કર્યું તે ખોટું છે. આ ઘટનાને કારણે તેમની સામે પગલાં લેવાઇ શકે છે. આ પહેલાં પણ ભાજપના અમદાવાદ એકમના વિવિધ વોટ્સએપ ગ્રૂપમાં અશ્લીલ ફોટા શેર કરવાથી માંડીને મહિલાઓ અંગેની અભદ્ર ઉલ્લેખોવાળી ચર્ચાઓની ઓડિયો ક્લિપ્સ વાઇરલ થઇ છે.